પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારાથી ભુલાય તેમ નહોતાં. મરી એક જવાબદારી તો મારે દિલ્હીમાં જ આટોપી લેવાની હતી. વઈસરૉયને કાગળ લખવાનું કામ મને સહેલું ન લાગ્યું. સભામં જવાની મારી આનાકાની , તેનાં કારણો, ભવિષ્યની આશાઓ વગેરેની ચોખવટ મારે સારુ કરવાની મને આવશ્યક લાગી.

મેંવાઈસરૉયને કાગળ લખ્યો તેમાં લોકમાન્ય તિલક, અલીભાઈઓ વગેરે નેટઓની ગેરહાજરી વિષે મારો શોક જાહેર કર્યો, લોકોની રાજ્ય પ્રકરણી માગણીનો ને લડાઈમાંથી ઉત્પન્ન થતી મુસલમાનોની માગણીઓનો ઉલ્લેખ કર્યો. આ કાગળ છાપવાની મેં રજા માગી તે વાઈસરૉયે ખુશીથી આપી.

આ કાગળ સિમલા મોકલવાનો હતો, કેમકે સભા પૂરી થતાં વાઈસરૉય તો સિમલા પહોંચી ગયાં હતાં. ત્યાં ટપાલ મારફતે કાગળ મોકલવો એમાં ઢીલ થતી હતી. મારે મન કાગળ મહત્ત્વનો હતો.વખત બચાવવાની જરૂર હતી. ગમે તેની સાથે કાગળ મોક્લવાની ઈચ્છા નહોતી. કોઈ પવિત્ર માણસની મારફત કાગળ જાય તો સારું એમ મને લાગ્યું. દીનબંધુ અને સુધીલ રુદ્રે ભલા રેવ. આયરલૅંડનું નામ સૂચવ્યું. તેમને કાગળ વાંચી તે તેમને શુદ્ધ લગે તો તે લઈ જવાનું કબૂલ કર્યું. કાગળ ખાનગી નહોતો જ. તેમણે વાંચ્યો, તેમને ગમ્યો ને લઈ જવા રાજી થયા. મેં બેજા વર્ગનું રલ ભાડું આપવાનું કર્યું. પણ તે લેવાનો તેમણે ઈન્કાર કર્યો ને રાત્રીને મુસાફરી છતાં ઈન્ટરની ટિકિટ જ લીધી. તેમની સાદાઈ, સરળતા અને સ્પષ્ટતા ઉપર હું મોહિત થયો. આમ પવિત્ર હાથે અપાયેલા કાગળનું પરિણામ મારી દ્રષ્ટિએ સારું જ આવ્યું. મારો માર્ગ તેથી સાફ થયો.

મરી બીજી જવાબદારી રંગરૂટની ભરતી કરવાની હતી. હું આ યાચના ખેડામાં નહીં તો ક્યાં કરૂં? મારા સાથીઓને પ્રથમ ન નોતરું તો કોને નોતરું? ખેડા પહોંચતાં જ વલ્લભભાઈ ઈત્યાદિની સાથે મસલત કરી. તેમનામાંના કેટલાકને તુરતઘૂંટડો ન ઊતર્યો. જેમને વાત ગમી તેમને કાર્યની સફળતા વિષે શંકા આવી. જે વર્ગમાંથી ભરતી કરવી અહ્તી તે વર્ગને સરકાર પ્રત્યે કશું વહાલ નહોતું. સરકરના અમલદારોનો