પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શસ્ત્રરહિત કરવાના કાયદાને ઈતિહાસ તેનું કાળામાં કાળું કામ ગનશે. આ કાયદો રદ કરાવવો હોય અને શસ્ત્રનો ઉપયોગ શીખવો હોય તો આ સુવર્ણ તક છે. રાજ્યની આપત્તિને કાળે મધ્યા વર્ગ સ્વેચ્છાએ મદાદ્ કરશે તો અવિશ્વાસ દૂર થશે, અને જેને શસ્ત્ર ધારણ કરવાં હશે તે સુખેથી ધારણ કરી શકશે.' આને ઉદ્દેશીને કમિશ્નરને કહેવું પડ્યું હતું કે, તેમની ને મારી વચ્ચે મતભેદછતાં તેમને સભામાં મારી હાજરી પ્રિય હતી. મારે પણ મારા મતનું સમર્થન બની શક્યું તેટલા મીઠા શબ્દોમાં કરવું પડ્યું હતું.

ઉપર જે કાગળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો સાર નીચે આપવામાં આવે છે:

યુદ્ધ પરિષદમાં હાજરે આપવા વિષે મને આનાકાની હતી, પણ એ આપને મળ્યા પછી દૂર થઈ છે,અને તેનું એક કારણ એ અવશ્ય હતું કે, આપના પ્રત્યે મને બહુ આદર છે. ન આવવાનાં કારણોમાં મજબૂત કારાણ એ હતું કે, તેમાં લોકમાન્ય તિલક, મિસિસ બેસંટ અને અલીભાઈઓને નિમંત્રણ નહોતું. એમને હું લોકોના બહુ શક્તિશાળી નાયક ગણું છું. મને તો લાગે છે કે , તેમને નિમંત્રણ ન આપવમાં સરકારે ગંભીર ભૂલ કરી છે, અને હું હજુ સૂચવું છું કે પ્રાંતિક પરિષદો ભરવામાં આવે તેમાં તેમને નિમંત્રણ મોકલાય. મરો નમ્ર અભિપ્રાય છે કે, આવ પ્રૌઢ નાયકોને, તેઓની સાથે ગમે તેવો મતભેદ હોય છતાં, કોઈ સલ્તનત અવગણી શકે નહીં. આસ્થિતિમાં હું સભાની સમિતિઓમાં હાજર ન રહી શક્યો અને સભામાં ટેકો આપીને સંતિષ્ટ રહ્યો. સરકારને કરેળી સૂચના કબૂલ થાય કે તુરત મારા ટેકાની અમલ કરવાની હું આશા રાખું છું.
જે સલ્તનતમાં ભવિષ્યમાં અમે સંપૂર્ણતાએ ભાગીદાર થવાની આશા રાખીએ છીએ તેમાં તેને આપત્તિકાળે પૂરી મદદ દેવાનો અમારો ધર્મ છે. પણ મારે એમ તો કહેવું જોઈએ કે, તેની સાથે એ આશા રહેલી છે કે એ મદાને લીધે અમારા ધ્યેયને અમે વહેલા પહોંચી વળશું. તેથી લોકોને આટલું માનવાનો અધિકાર છે કે, જે સુધારાઓ તુરતમામ્ થવાની આશાઅ આપના ભાષણમાં આપવામાં