પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ચંપારણમાં સૈકાના જુલમની સામે થતાં બ્રિટિશ ન્યાયનુંસર્વોપરી પણું મે સિદ્ધ કરી બતાવ્યું છે. ખેડાની રૈયતે જોઈ લીધું છે કે, જ્યારે તેનામાં સત્યને સારુ દુઃખ વેઠવાની શક્તિ હોય ત્યારે ખરી સત્તા રાજ્યસત્તા નથી પણ લોકસત્તા છે; અને તેથી જે સલ્તનતને તે પ્રજા શાપ આપતી હતીતી તેને વિષે તેમની કડવાશ ઓછી થઈ છે, અને જે રાજ્યસત્તાએ સવિનય કાનૂન ભંગને સહન કરી લીધો તે સત્તા લોકમતને છેક અવગણનારી નહીં હોય એવી તેની ખાતરી થઈ છે. તેથી મારી માન્યતા એવી છે કે, ચંપારણ અને ખેડામાં મેં જે કામ કર્યું તે આ પડાઈ પરત્ય્વેની મારી સેવા છે. એવી જાતનું મારું કામ બંધ કરવનું જો અમ્ને કહો તો મારો શ્વાસ રૂંધવાનું આપે કહ્યું એમ હું માનું. જો આત્મબળને એટલે પ્રેમબળને, શસ્ત્ર બળને બદલે લોકપ્રિય કરી મૂકવામાં હું સફળ થાઉં, તો હું જાણું છુ, કે હિંદુસ્તાન આખા જગતની કરડી નજર થય તો તેની સામે પણ ઝૂઝી શકે છે.તેથી દરેક વખતે આ દુઃખ સહન કરવાનીસનાતન નીતિ મારા જીવનમાં વણવાને સારુ હું મારા આત્માને કસ્યા અક્રીશ, અને એ નીતિનો સ્વીકાર કરવા બીજાઓને નોતર્યાં કરીશ; અને જો હું કોઈ બીજી પ્રવૃત્તિમાં ભાગ લૌં છું તો તેનો હેતુ પણ મત્ર એ જ નીતિની અદ્વિતીય ઉત્તમતા સિદ્ધ કરવાને સારુ છે.
છેવટમાં, મુસલમાન રાજ્યો વિષે ચોક્કસ ખાત્રી આપ્વાઅનું બ્રિટિશ પ્રધાન મંડળને સૂચવવા હું આપને વિનવું છું આપ જાણો કે, તેને વિષે દરેક મુસલમાનને ચિંતા રહે છે. પોતે હિંદુ હોઈને હું તેમની લાગણી વિષે બેદરકાર નથી રહી શકતો. તેમનું દુઃખ તે અમારું હોય જ. આ મુસલમાન રાજ્યોના હકને જાળવવામાં, તેમનાં ધર્મ સ્થાનોને વિષેની તેમની લાગણીને માન આપવામાં, અને હિન્દુસ્તાનની હોમરૂલ વિષેની માગનીના સ્વીકારમાં સામ્રાજ્યની સહીસલામ્તી રહેલી છે. આ કાગળ મેં લખ્યો છે કેમ કે હું અંગ્રેજોને ચાહું છું, અને જે વફાદારી અંગ્રેજમાં હોય તે વફાદાર દરેક હિંદીમાં જગાવવા હું ઈચ્છું છું.