પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૮. મરણપથારીએ

રંગરૂટની ભરતી કરતાં મારું શરેર ઠીક ઘસાયું. એ વકહ્તે મારો ખોરાક મુખ્યત્વે ભૂંજેલી અને ખાંડેલી ભોંયસીંગ અને ગોળને મેળવણી કેળં ઈત્યાદિ ફળ અને બે ત્રણ લીંબુનું પાની એ હતો. સીંગ વધારે પ્રમાણમાં ખવાય તો નુકશન કરે એમ હું જાણતો હતો. એમ છતાં એ વધારે ખવાઈ. તેથી સહેજ મરડો થયો. મારે વખતો વખત આશ્રમમાં આવવાનું તો થતું જ. આ મરડો મનેગણકારવા જેવો ન લાગ્યો. રાત્રીએ આશ્રમ પહોંચ્યો. દવાઓ એ વખતે હું ભાગ્યે જ અક્રતો. એક વકહ્ત ખાવાનું છોડી દઈશ એટલે મટશે એમ વિશ્વાસ હતો. બીજે દિવસે સવારે કંઈ નહોતું ખાધું, એટલે દરદ શાંત થયું હતું. પણ હું જાણતો હતો કે, મારે ઉપવાસ લંબાવવો જોઈએ, અથવા ખાવું જ જોઈએ તો ફળના રસ જેવી કંઈક વસ્તુ ખવાય.

આ દિવસ કોઈ તહેવારનો હતો. બપોરના પણ હું નહીં જમું એમ મેં કસ્તૂરબાઈને કહી દીધું હતું એવું સ્મરણ છે. પણતેણે મને લલચાવ્યો અને હું લાલચમાં પડ્યો. આ સમયે હું કોઈ પણ પશુનું દૂધ નહોતો લેતો, તેથી ઘીછાશનો પણ ત્યગ હતો. એટલે મારે સારુ તેલમાં ભરડેલા ઘઉંની લાપસી બનાવી હતી એ અને આખા મગ મારે સારુ ખાસ મૂકી રાખ્યા છે એમ મને કહ્યું. અને હું સ્વાદને વશ થઈ પીગળ્યો. પીગળતાં છતાં ઈચ્છા તો એવી હતી કે કસ્તૂરબાઈને રાજી રાખવા પૂરતું થોડુંક જ ખાઈશ, સ્વાદ પણ લઈશ અને શરીરની રક્ષા પણ કરીશ. પણ સેતાન પોતાનો લાગ જોઈને બેસી જ રહ્યો હતો. ખાવા બેઠો અને જરાક ખાવાને બદલે મેં પેટ ભરીને ખાધું. સ્વાદ તો પૂરો લીધો, પણ સાથે જ યમરાજાને આમંત્રણ મોકલી દીધું. ખાધાને કલાક પણ નહીં થયો હોય ને સખત મરડો ઉપડી આવ્યો.

રાત્રીના નડિયાદ તો પાછું જવાનું હતું જ. સાબરમતી સ્ટેશન સુધી ચાલ્તો ગયો, પણ એ સવા માઈલનો રસ્તો કાપવો પણ કઠણ લાગ્યો. અમદાવાદ સ્ટેશને વલ્લભભાઈ જોડાવાના હતા. એ જોડાયા ને મારો વ્યાધિ વર્તી ગયા હતા, છતાં એ વ્યાધિ અસહ્ય હતો એમ મેં તેમને કે