પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાંધી શક્યો, અને મરણ સમીપ છે એમ સમજી જેટલો સમય બની શકે તેટલો સ્મય સાથીઓની પાસે ગીતાપાઠ સાંભળવામાં ગાળવા લાગ્યો. કઈંક કામકાજ કરવાની શક્તિ તો નહોતી જ. વાચન કરવા જેટલે શક્તિ પણ નહોતી. કોઈની સાથે વાત ક્રવાનું પણ મન થાય નહીં. થોડી વાત કરું તો મગજ થાકી જાય. તેથી જીવવામાં કશો રસ નહોતો. જીવવાને ખાતર જીવવું મને કદી પસંદ જ નથી પડ્યું.કંઈ કમકાજ કર્યા વિના સાથીઓની સેવા લઈને ક્ષીણ થતા જતા દેહને લંબાવ્યા જ કરવો એ મહા કંટાળાભર્યું કામ હતું. આમ મરવાની રાહ જોઈને બેઠો હતો તેરલામાં દાક્તર તળવળકર એક વિચિત્ર પ્રાણી લાવ્યા. એ મહારાષ્ટ્રી છે. તેમને હિંદુસ્તાન ઓળખતું નથી. પણ એ મારા જેવા 'ચક્રમ' છે એટલે હું તેમને જોતાં સમજી શક્યો. એ પોતાના ઉપચાર મારી ઉપર અજમવવાને આવ્યા હતા. દા. તળવળકર જેમને ભલામણ ખાતર લાવ્યા તેમણે દાક્તરીનો અભ્યાસ માટૅ ગ્રૅંટ મૅડિકલ કૉલેજમાં કર્યો હતો, પણ દ્વારકા (આહીં દાક્તર હોવું જોઈએ?)ની છાપ નહોતા પામ્યા. પાછળથી જાણ્યું કે તે બ્રાહ્મસમાજી છે. તેમનું નામ કેળકર. સ્વભાવે બહુ સ્વતંત્ર છે. તેઓ બરફના ઉપચારના ભારે હિમાયતી છે. મારા દરદ વિષે સાંભળવાથી તે બરફના ઉપચાર મારી ઉઅપ્ર અજમાવવાને આવ્યા ત્યારે થી અમે તેમને 'આઈસ દાક્તર' ના ઉપનામથી ઓળખીએ છીએ. પોતાના અભિપ્રાયને વિષે તેઓ અતિશય આગ્રહી છે. છાપાવાળા દાક્તરોથી પણ તેમણે કેટલીક વધારે સારી શોધો કરેલી છે એમ તેમનો વિશ્વાસ છે. તેમનો વિશ્વાસ તે મારામાં પેદા નથી અક્રી શક્યા એ તેમને અને મને બંનેને દુઃખની વાત રહેલી છે. અમુક હદ સુધી તેમના ઉપચારોને હું માનું છું; પણ, મને લાગ્યું છે કે, કેટલાક અનુમાનો બાંધવામાં તેમણે ઉતાવળ કરેલી છે.

પણ તેમની શોધો યોગ્ય હો કે અયોગ્ય, મેંતેમને મારા શરીર ઉપર અખતરાઓ કરવા દીધા. બાહ્ય ઉપચારોથી સાજા થવાય તોમને ગમે, ને તે પણ બરફના એટલે પાનીના. એટલે તેમણે મારે આખે શરીરે બરફ ઘસવાનું શરૂ કર્યું. તેથી તે માને છે એટલું પરિણામ જોકે મારે વિષે ન આવ્યું, છતાં રોજ મરણની વાટ જોઈને હું બેઠોહતો તેને બદલે હવે કઈંક જીવવાની આશા બાંધવા લાગ્યો. કઈંક ઉત્સાહ આવ્યો. મનના