પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકાય એવી વ્યવસ્થા હું જોતો નથી. આજ લગી આપણે ભરી સભામાં હાથો ઊંચા કરાવ્યા છે. પ્રેક્ષકો અને સભ્યોની વચ્ચે હાથ ઊંચા થતી વેળા ભેદ નથી રહેતો. મતો ગણવાની ગોઠવણ આવી વિશાળ સભામાં આપણી પાસે નથી હોતી. એટલે મારે મરા ઠરાવને સારુ મત લેવરાવવા હોય તોયે સગવડ નથી.'

લાલા હરકિસનલાલે એ સગવડ સંતોષકારક રીતે કરી આપવાનું બીડું ઝડપ્યું. તેમણે કહ્યું : 'પ્રેક્ષકોને મત લેવાને દહાડે નહીં આવવા દઈએ, તે દિવસે માત્ર સભ્યો જ આવશે. અને તેમામ્ મતો ગણાવી દેવાનું મારું કામ. પણ તમારાથી મહાસભાની બેઠકમાં ગેરહાજર ન જ રહેવાય.'

છેવટે હું હાર્યો. મેં મારો ઠરાવ ઘડ્યો. બહુ સંકોચની સાથે તે રજૂ કર્વાનું મેં કબૂલ કર્યું. મિ. ઝીણા અને માલવીયજી ટેકો આપવાન હતા. ભાસણો થયાં. હું જોઈ શકતો હતો કે, જો કે અમારા મતભેદોમાં ક્યાંયે કડવાશ નહોતી, ભાષાણોમાં પણ કેવળ દલીલો સિવાય કંઈ જ નહોતું, છતાં સભા મતભેદ માત્ર સહન નહોતી કરી શકતી, ને આગેવાનોના મતભેદથી તેને દુઃખ થતું હતું. સભાને તો એકમત જોઈતો હતો.

ભાષણો ચાલતાં હતાં ત્યારે માંચડા ઉપર ભેદ બુઝાવવાન પ્રયત્નો ચાલી રહ્યાં હતા. ચિઠ્ઠીઓ એકબીજાની વચ્ચે પસાર થઈ રહી હતી. માલવીયજી તો ગમે તેમ્ કરીને સાંધવાની મહેનત કરી રહ્યાં હતાં. એટલામાં જયરામદાસે મારા હાથમાં પોતની સૂચના મૂકીને અતિ મધુર શબ્દોમાં મતો આપવાના સંકટમાંથી સભ્યોને ઉગારી લેવા મને વીનવ્યો અહ્તો. મને તે સૂચના ગમી. માલવીયજીની નજર તો ચોમેર આશાને સારુ ફરી જ રહી હતી. મેં કહ્યું: 'આ સૂચના બન્નેને ગમે એવી લાગે છે.' લોકમાન્યને મેં તે બતાવી. તેમણે કહ્યું: 'દાસને પસંદ પડે તો મારો વાંધો નથી.; દેશબંધૂ પીગળ્યા. તેમણે બિપિનચંદ્ર પાલ સામું જોયું. માલવીયજીને પૂરી આશા બંધાઈ. તેમણે ચિઠ્ઠી ઝૂંટવી લીધી. હજુ 'હા' ના પૂરા શબ્દો દેશબંધૂના મોં માંથી નથી નીકળ્યા તેવામાં તેઓ બોલી ઊઠ્યા : 'સજ્જનો, તમે જાણીને રાજી થશો કે સમાધાની થઈ ગઈ છે' પછી શું જોઈએ? તાળીઓના અવાજથી મંડપ ગાજી ઊઠ્યો, અને લોકોના ચહેરા ઉપર ગંભીરતા હતી તેને બદલે ખુશાલી ચમકી ઊઠી.