પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જો કે વિલાયતી પણ મુંબઈના કાપનાં કપડાં સારા અંગ્રેજ સમાજમાં ન શોભે તેથી 'આર્મી ને નેવી' સ્ટોરમાં કપદાં કરાવ્યાં. ઓગણીસ શિલિંગની ( આ કિંમત તે જમાનામાં તો બહુ જ ગણાય) 'ચીમની' ટોપી માથા પર ઘાલી. આટલેથી સંતોષ ન પામતાં બૉન્ડ સ્ટ્રીટમાં જ્યાં શોખીન માણસોના કપડાં સીવાતાં ત્યાં સાંજનો પોષાક દસ પાઉન્ડમાં દેવાસળી મૂકી કરાવ્યો. ભોળા અને બાદશાહી દિલના વડીલ ભાઈની મારફતે ખાસ સોનાનો અછોડો, બે ખીસામાં લટકાવાય તેવો, મંગાવ્યો અને તે મળ્યો પણ ખરો.તૈયાર બાંધેલી ટાઈ પહેરવી તે શિષ્ટાચાર નગણય, તેથી ટાઈ બાંધવાની કળા હાથ કરી. દેશમાં હજામતને દહાડે જોવાને મળતો. પણ અહીંતો મોટા તો અરીસાની સામે ઊભા રહી ટાઈ બરોબર બાંધવામાં અને વાળને પાટિયાં પાડી બરોબર સેંથો પાડવામાં રોજ દસેક મિનિટનો ક્ષય તો થાય જ. વાળ મુલાયમ નહીં, એટલે તેને ઠીક વળેલા રાખવાને સારુ બ્રશ (એટલે સાવરનએએ જ ના!) ની સાથે રોજ લડાઈ થાય. અને ટોપી ઘાલતા નેકાઢતાં હથ તો જાણે કે સેંથો સંભાળવાને માથે ચડ્યા જ છે.. વચમાં વળી સમાજમાં બેઠા હોઈએ ત્યારે ત્યા સેંથા ઉપર હાથ જવા દઈ વાળને ઠેકાણે રાખવાની જુદી જ અને સભ્ય ક્રિયા તો ચાલ્યાં જ કરે.

પણ આટલી ટાપટીપ જ બસ નહોતી. એકલા સભ્ય પોષ્હાકથી થોડું સભ્ય થવાય છે? સભ્યતાના બીજા કેટલાક બાહ્ય ગુણો પણ જાણી લીધા હતા અને તે કેળવવા હતા. સબ્ય પુરુષે નાચી જાણવું જોઈએ. તેણે ફ્રીંચ ઠીક ઠીક જાણવું જોઈએ. કે અકે ફ્રેંચ ઈંગ્લેંડના પાડોશી ફ્રાંસની ભાષા હતી, અને આખા યુરોપની રાષ્ટ્ર ભાષા પણ હતી, ને મને યુરોપમાં ભમવાની ઈચ્છા હતી. વળી સભ્ય પુરુષને છટાદાર ભાષણ કરત પણ આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવ્ચાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉંડ ભર્યા. ત્રણેક અઠવાડીયામાં છ એક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે, પણ તે શું કહી રહેલ છેતે ખબર ન પડે. 'એક, બે, ત્રણ' ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે. ત્યારે હવે? હવે તો બાવાજીની બિલાડીવાળુ થયું. ઉંદરને દૂર રાખવા બિલાડી, બિલાડીને સારુ ગાય, એમ બાવાજીનો પરિવાર વધ્યો; તેમ મારા લોભનો પરિવાર પણ વધ્યો. વાયોલીન વગાડતા