પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શીખું, એટલે સૂરની ને તાલની ગમ પડશે, ત્રણ પાઉંડ વાયોલિન ખરીદવામાં હોમ્યા ને તેના શિક્ષણને સારુ કંઈ આપ્યા! ભાષણ કરતાં શીક્લ્હવાને સારું ત્રીજા શિક્ષકનું ઘર શોધ્યું. તેને પણ એક ગીની તો આપી જ. બેલનું 'સ્ટૅંડર્ડ એલોક્યુશનિસ્ટ' લીધું. પિટનું ભાષણ શરૂ કરાવ્યું!

આ બેલ સાહેબે મારા કાનમાં ઘંટ વગાડ્યો. હું જાગ્યો.

મારે ક્યાં ઇંગ્લંડમાં જન્મારો કાઢવો છે? હું છટાદાર ભાષણ કરવાનું શીખીને શું કરવાનોઇ હતો? નાચનાચીને હું સભ્ય કેમ બનીશ? વાયોલિન શીખવાનું તો દેશમં ય બને. હું તો વિદ્યાર્થી છું. મારે વિદ્યાધન વધારવું જોઈએ મારે મારા ધંધાને લગતી તૈયરી અક્રવી જોઈએ. મારા સદ્વર્તનથી હું સભ્ય ગણાઉં તો થેક જ છે, નહીં તો મારી લોભ છોડવો જોઈએ.

આ વિચારની ધૂનમાં મેં ઉપલી મતલબના ઉદ્ગારોવાળો કાગળ ભાષણ શિક્ષકને મોકલી દીધો. તેની પાસે મેં બે ત્રણ પાઠ જ લીધા હતા. નાચ શિક્ષિકાને પણ તેવો જ પત્ર લખ્યો. વાયોલિન સિક્ષિકાનેત્યાં વાયોલિન લઈને ગયો. જે દામ આવે તેટલે તે વેચી નાકહ્વાની તેને પ્રવાનગી આપી. તેની સાથે કાંઈક મિત્ર જેવો સંબંધ થઈ ગયો હતો, તેથી તેની પાસે મારી મૂર્છાની વાત કરી. મારી નાચ ઇત્યાદિની જંજળમાંથી નીકળી જવાની વાત તેણે પસંદ કરી.

સભ્ય બનવાની અમરી ગેલછા ત્રણેક માસ ચાલી હશે. પોશાકની ટાપટીપ વર્ષો સુધી નભી. પણ હું વિદ્યાર્થી બન્યો.


૧૬. ફેરફારો

કોઈ એમ ન માને કે નાચ આદિના મારા અખતરા મારો સ્વચ્છંદનો કાળ સૂચવે છે. તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ મૂર્છાના કાળમાંયે હું અમુક અંશે સાવધાન હતો. પાઈએ પાઈનો હિસાબ રાખતો. ખર્ચની ગણતરી હતી. દર માસે પંદર પાઉંડથી વધારે ન ખરચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ (મોટર)માં જવાનું કે ટપાલનું ખર્ચ પણ હંમેશાં માંડતો, ને સૂતા પહેલાં હંમેશાં મેળ મેળવી જતો. આ ટેવ છેવટ સુધી કાયમ રહી. અને હું જાણું છું કે, તેથી જાહેર જીવનમાં મારે હસ્તક લાખો રૂપિયાનો ઉપાડ થયો છે તેમાં હું યોગ્ય કરકસર વાપરી