પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓએ ધાર્મિક , વૈજ્ઞાનિક, વ્યવહારિક, ને વૈધક દ્રષ્ટિથી તપાસ્યો હતો, નૈતિક દ્રષ્ટિએ તેઓએ વિચાર્યું કે મનુષ્યને પશુ પંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે તે તેઓની મારી ખાવાને અર્થે નહીં, પણ તેઓની રક્ષા અર્થે; અથવા, કેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુ-પંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નહીં. વળી તેઓએ જોયું કે, ખાવું તે ભોગને અર્થે નહીમ્ પણ જીવવાને અર્થે જ છે. આ ઉપરથી કેટલાકે ખોરાકમાં માંસનો જ નહીં પણ ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ સૂચવ્યો ને કર્યો. વિજ્ઞાનની દ્રષ્ટિએ ને મનુષ્યની શરીરરચના જોઈને કેટલાકે એવું અનુમાન કાઢ્યું કે, અમુષ્યને રાંધવાની આવશ્યકતા જ નથી; તે વનપક ફળો જ ખાવા સરજાયેલ છે. દૂધ પીએ તે કેવળ માતાનું જ; દાંત આવ્યાં પછી તેણે ચાવી શકાય એવો જ ખોરાક લેવો જોઈએ. વૈધક દ્રષ્ટિએ તેઓએ મરીમસાલાનો ત્યાગ સૂચવ્યો. અને વહેવારની અથવા આર્થિક દ્રષ્ટિએ તેઓએ બતાવ્યું કે અઓછામાં ઓછા ખર્ચવાળો ખોરાક અનહાર જ હોઈ શકે. આ ચારે દ્રષ્ટિઓની મારા પર અસર પડી, અને અન્નાહાર આપનાર વીશીઓમાં ચારે દ્રષ્ટિવાળા માણસોને હું મળતો થયો. વિલાયતમાં તેને લાગતું મંડળહતું અને સાપ્તાહિક હતું. સાપ્તાહિકનો હું ઘરાક બન્યો અને મંડળમાં સભ્ય થયો. થોડા જ સમયમાં અમને તેની કમિટીમં લેવામાં આવ્યો. અહીં મને અનાહારીઓમાં જેઓ સ્તંભ ગણતા તેવાઓનો પરિચય થયો. હું અખતરામાં ગૂંથાયો.

ઘેરથી મીઠાઈઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તે બંધ કર્યાં અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલ વિના ફીકી લાગતી અહ્તી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટ લાગી. આવા અનેક અનુભવથી હું શીખ્યો કે સ્વાદનું હરું સ્થાન જીભ નથી પણ મન છે.

આર્થિકદ્રષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફી ને નુકશાન કારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યપારને અર્થે જોઈએ તો તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજ્યો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ કર્યો, કોકોને સ્થાન આપ્યું.

વીશીમાં બે વિભાગ હતા. એકમાં જેટલી વાનીઓ ખાવ તેના પૈસા