પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપવાના. આમાં ટંકે શિલિંગ નું ખર્ચ પણ થાય. આમાં ઠીક સ્થિતિના માણસો આવે. બીજા વિભાગમાં છ પેનીમાં તણ વાની અને રોટીનો ટુકડો મળે. જ્યરે મેં ખૂબ કરકસર આદરી ત્યારે ઘણે ભાગે હું છ પેનીના વિભાગમાં જતો.

ઉપરના અખતરાઓમાં પેટાઅખતરાઓ તો પુષ્કળ થયા. કોઈ વેળા સ્ટાર્ચવાળા ખોરાક છોડવાનો , કોઈ વેળા માત્ર રોટી અને ફળ ઉપર નભવાનો તો કોઈ વેળા પનીર, દૂધ અને ઈંડા જ લેવાનો.

આ છેલ્લો અખતરો નોંધવા જેવો છે. તે પંદર દિવસ પણ ન ચાલ્યો. સ્ટાર્ચ વિનાના ખોરાકનું સમ્ર્થન કરનારે ઈંડાની ખૂબ સ્તુતિ કરી હતી, અને ઈંડાં માંસ નથી એમ પુરવાર કર્યું હતું. તે લેવામાં જીવતા જીવને દુઃખ નથી એ તો હતું જ. આ દલીલથી ભોળવાઈ મેં માને આપેલી પ્રતિજ્ઞા છતાં ઈંડા લીધાં. પણ મારી મૂર્છા ક્ષણિક હતી. પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો મને અધિકાર નહોતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનારનો જ લેવાય. માંસ ન લેવાની પ્રતિજ્ઞા દેનારી માતાને ઈંડાંનો ખ્યાલ જ ન હોય એમ હું જાણતો હતો. તેથી અમ્ને પ્રતિજ્ઞાના રહસ્યનું ભાન આવતાં જ ઈંડાં છોડ્યાં ને તે અખતરો પણ છોડ્યો.

આ રહસ્ય સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમામ્ માંસની ત્રણ વ્યાખ્યા મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય ઈંડા તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડા ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્ય પણે મનાતા જીવ માત્ર તેને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ. આ વ્યાખ્યા પ્રમાણે ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ બંધન કારક થયો. આમાંની પહેલી વ્યાખ્યાને હું માન્ય ગણું તો માછલી પણ ખવાય. પણ હું સમજી ગયો કે મારે સારુ તો માતુશ્રીની વ્યાખ્યા જ હતી. એટલે જો મારે તેની આગળ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું હોય તો ઈંડા ન જ લઈ શકાય. તેથી ઈંડાનો ત્યાગ કર્યો. આ મને વસમું થઈ પડ્યું. કારણકે, ઝીણવટથી તપાસતાં અન્નાહારની વીશીઓમાં પણ ઈંડા વાળી ઘણી વસ્તુઓ બનતી હતી એમ માલૂમ પડ્યું. એટલે કે ત્યાં પણ મારે નસીબે,