પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું ખૂબ માહિતગાર થયો ત્યાં લગી, પીરસનારને પૂછપરછ કરવાપણું રહ્યું હતું. કેમ કે, ઘણાં 'પુડિંગ' માં ને ઘણી 'કેક'માં તો ઈંડા હોય જ. આથી હું એક રીતે જંજાળમાંથી છૂટ્યો, કેમ કે, થોડી ને તદ્દન સાદી જ વસ્તુ જ લઈ શકતો. બીજી તરફથી જરા આઘાત પહોંચ્યો, કેમ કે જીભે વળગેલી અનેક વસ્તુઓનો ત્યાગ કરવો પડ્યો. પણ એ આઘાત ક્ષણિક હતો. પ્રતિજ્ઞા પાલનનો સ્વચ્છ, સૂક્ષ્મ અને સ્થયી સ્વાદ મને પેલા ક્ષણિક સ્વાદ કરતં વધારે પ્રિય લાગ્યો.

પણ ખરી પરીક્ષા તો હજુ હવે થવાની અહ્તી, અને તે બીજા વ્રતને અંગે. જેને રામ રાખેતેને કોણ ચાખે?

આપ્રકરણ પૂરું કરું તે પહેલાં પ્રતિજ્ઞાના અર્થ વિષે કેટલુંક કહેવું જરૂરનું છે. મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ ક્રેલો એક કરાર હતો. દુનિયામાં ઘણં ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તો પણ ભાષા શાસ્ત્રી કગનો વાઘ કરી આપશે. આમં સભ્યાસભ્યનો ભેદ નથી રહેતો. સ્વર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાજથી માંડીને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયને , પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાય શાસ્ત્ર દ્વીઅર્થી મધ્યમ પદ કહે છે. સુવર્ણન્યાય તો એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત છે હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો માનવો જોઈએ. આ બે સુવર્ણમર્ગનો ત્યાગ થવાથી જ ઘણે ભગે ઝઘડા થાય છે ને અધર્મ ચાલે છે. અને એ અન્યાયની જડ પણ અસત્ય છે. જેને સત્યને મર્ગે જવું છે તેને સુવર્ણમાર્ગ સહેજે જડી રહે છે. તેને શાસ્ત્રો શોધવાં નથી પડતાં. માતાએ 'માંસ' શબ્દનો જે અર્થ મન્યો અને જે હું તે વેળા સમજ્યો તે જ મરે સારુ ખરો હતો; જે હું મારા વધારે અનુભવથી કે મારી વિદ્વતાના મદમાં શીખ્યો એમ સમજ્યો તે નહીં.

આટલે લગીના મારા અખતરાઓ આર્થિક અને આરોગ્યની દ્રષ્ટિએ થતા હતા. વિલયતમાં તેણે ધાર્મિક સ્વરૂપ નહોતું પકડ્યું. ધાર્મિક દ્રષ્ટિએ