પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા ની ટેવ આજ લગી રહી ગયેલી છે. છોકરાઓના શિક્ષક તરીકે હું શોભી શકુ એવું કામ કરૂ એમ મને ત્યારથી જ લાગેલુ.

ખાવામાં પણ સુધારા કરવા જોઈએ એ તો સ્પષ્ટ હતું. ઘરમાં ચાકોફીને તો સ્થાન મળી ચુક્યું હતું. ભાઈ વિલાયત થી ઘેર આવે તે પહેલાં ઘરમાં વિલાયત ની કંઈક હવા તો દાખલ થવી જ જોઈએ એમ મોટાભાઈએ વિચાર્યુ. એટલે ચીનના વાસણ, ચા વગેરે જે વસ્તુઓ ઘરમાં પ્રથમ રહેતી તો કેવળ દવા તરીકે ને સુધરેલા મહેમાન અર્થે, તે હવે તો બધાંને સારૂ વપરાવા લાગી હતી. આવા વાતાવરણમાં હું મારા 'સુધારા' લાવ્યો. ઓટમીલ પેરિજ (ઘેંસ) દાખલ થઈ, ચાકોફીને બદલે કોકો, પણ બદલો તો નામનો હતો, ચાકોફીમાં કોકોનો ઉમેરો જ થયો. બૂટમોજાંએ તો ઘર ઘાલ્યુ જ હતું. મેં કોટપાટલૂનથી ઘર પુનિત કર્યુ !

આમ ખરચ વધ્યું. નવીનતાઓ વધી. ઘેર ધોળૉ હાથી બંધાયો. પણ ખરચ લાવવુ ક્યાંથી ? રાજકોટમાં તુરત ધંધો શરૂ કરવામાં તો હાંસી થાય. રાજકોટમાં પાસ થયેલા વકીલ સામે ઊભાવા જેટલુ મને જ્ઞાન ન મળે ને ફી તેમના કરતાં દસ ગણી લેવાનો દાવો ! કયો મુર્ખ અસીલ મને રોકે ? અથવા એવો મુર્ખ મળી આવે તોયે મારે શુ માર અજ્ઞાનમાં ઉદ્દતાઈ અને દગાનો ઉમેરો કરી મારા ઉપરનું જગતનું કરજ વધારવુ ?

મિત્રની સલાહ એમ પડી કે મારે થોડો વખત મુંબઈ જઈ હાઈકોર્ટનો અનુભવ લેવો તથા હિંદુસ્તાનના કાયદાનો અભ્યાસ કરવો, ને કંઈ વકિલાત મળે તો મેળવવા કોશિશ કરવી. હું મુંબઈ જવા ઊપડયો.

ઘર માંડ્યુ. રસોઈયો રાખ્યો. રસોઈયો મારા જેવોજ હતો. બ્રાહ્મણ હતોં. મેં તેને નોકરની જેમ તો રાખ્યો જ નહીં. આ બ્રાહ્મણ નહાય પણ ધુએ નહીં, ધોતિયુ મેલું, જનોઈ મેલીં, શાસ્રનો અભ્યાસ ન મળૅ. વધારે સારો રસોઈઓ ક્યાંથી લાવું ?

'કેમ રવિશંકર (તેનુ નામ રવિશંકર હતું), રસોઈ તો ન આવડે, પણ સંધ્યા વગેરેનું શુ ?'

'શુ ભઈશોબ, 'શધ્યાંતર્પણ શોતીડું, કોદાળી ખટકરમ.' અમે તો એવા જ ભેઁમણ તો. તમારા જેવા નભાવે ને નભીએ. નીકર છેતી તો છે જ તો.’