પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫. મુદ્રાલેખ

૭-૭-૮૮

જગન્નાથ જુન મહિનાની આખરે પાછા ગયા. તે પછી આજ સુધી પરચુરણ માણસોથી કામ ચાલ્યાં કરતું હતું. "વીએના જર્નલ"માં આવનાર આર્ટીકલ આવી ગયો. તે ઉપરથી નિશ્ચય એવો થયો કે અદ્વૈત બાબત હજી થોડું લખી તેને પુરી કરવી ને પાશ્ચાત્ય રીતિએ લખાયેલી હોવાથી મારા હાલના કેળવાયેલા બંધુઓ જે નાસ્તિકવત્ છે તમને ઝટ ગળે ઉતરે તેવી થવાની, તેથી જલદી તેમ કરી એક નાનો ગ્રંથ છપાવવો. દેશના ઐક્યમાં ધર્મનું ઐક્ય અને ધર્માધીનતા એ પણ મુખ્ય સાધન છે, ને તે માટે જરૂર મથવું. ટાડ રાજસ્થાન તથા વેદાન્તના એકબે સંસ્કૃત ગ્રંથ વગેરે વાંચીને વખત ગાળ્યો.

ભાવનગર કોલેજમાંથી છ માસ અર્ધપગારે રજા લેવા અરજી કરેલી, તેમાં સાહેબની પ્રતિકૂલતા તો મૂલથી હતી જ એટલે જવાબ એવો મળ્યો કે નોકરી મુકી દો તો છ માસનો પગાર તરત આપીએ, ને રજા લો તો વરસ દિવસ વગર પગારે લો. આ બાબત વળી મેં બોર્ડને ફરીથી લખતાં છ માસની અર્ધપગારે રજા મંજુર થઈ. શરીરસ્થિતિ જોતાં, તેમ ત્યાં એટલે ભાવનગર કોલેજના અધિકારીઓ મને જાઓ એમ વિના કારણ કહે, તેથી હવે ભાવનગર ન જવું એવો નિર્ણય કર્યો. હવાપાણી પણ ત્યાં અતિશય પ્રતિકૂલ જ. રા. મુ. મનઃસુખરામભાઈને એ નિર્ણય જણાવેલો જ હતો. પણ હાલ ફરીથી કહેતાં તેમણે ભરોસો આપ્યો અને કચ્છમાં મારી વ્યવસ્થા કરવા સબળ પ્રયત્ન આરંભ્યો.

શરીરથી, સંબંધીઓથી, પૈસેથી, જીવિકાનાં સાધનથી જે વેળે હું છેક બેજાર થઈ કેવલ પરમાત્મા પર શ્રદ્ધા કરી નિભાવ કરતો હતો તે વેળે મેં એક "રબર સ્ટામ્પ" કરાવ્યો, તે મારી માનસિક સ્થિતિ જણાવવા પુરો છે માટે તેનું અત્રે વિવેચન કરૂં. કુંડાળું છે તે સૂર્ય છે. મતલબે સૂર્યોપાસક બ્રાહ્મણ

૧૦૧