પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૨૧

મારા નિત્યકર્મમાં જે ચાલું છે તે ચાલે છે જ, એકસો પાઠ થઈ જવાથી હોમ કરી બ્રાહ્મણભોજન કરી ચુક્યો છું. બીજું શતક ચાલે છે. હજુ જે ઈષ્ટ હતું તે ફલ જણાયું નથી, ઉલટું નુકસાન થયું છે એમ હમણાં જ સમજાશે, પણ મને દઢ વિશ્વાસ છે કે ફલ થયા વિના નહિ જ રહે તેથી હજુ પ્રયોગ ચાલુ છે. મારા પિતા જે પ્રયોગ કરતા તે પણ મેં હવે હાથ લીધો છે.

ઉપાર્જન સંબંધમાં બહુ વાંધો પડી ગયો છે. સિદ્ધાન્તસાર, પ્રાણવિનિમય અને અદ્વૈતિઝમ એ ત્રણ ગ્રંથોમાં જે ખર્ચ થયું ને જે આવક થઈ તેમાંથી રૂ. ૨૦૦) બસોનો આશરો આજ પર્યતમાં નફો રહ્યો છે તથા પુસ્તકો પડ્યાં છે. પ્રાણવિનિમય થઈ રહેવા આવ્યાં છે પણ એના ખર્ચમાં મુખ્ય રકમ જો [? તો] રા.રા. મુ. મનઃસુખરામભાઈએ..* [કાગળ ફાટી ગયો છે] પ્રયત્ન કરી રૂ. ૮૨૦)*[૧] જેટલી અપાવેલી છે. જુનાગઢવાળા મારી સર્વિસ લેવાના હતા તે સંબંધી સરકારે પાછું પુછાવ્યું હતું કે નોકરી શી આપવાના છો તે સ્પષ્ટ કરો તથા પગાર વગેરે ચોખું લખો. આનું યોગ્ય ઉત્તર આપેલું હતું. ભાવનગરવાળાને પણ સરકારે ઠપકો આપ્યો હતો ને ખુલાસો માગ્યો હતો. આ પ્રમાણે થયું હતું ને સર્વ રીતે આશા હતી કે હવે થોડી જ મુદતમાં જુનાગઢને મારી સર્વિસ સરકાર આપશે – જો કે તેમ થવાથી તુરત કાંઈ પગાર તો મળવાનો હતો જ નહિ, કેમકે જ્યારે કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી થાય – કે જેમ થવાનો હવે સંભવ પાસે છે - ત્યારે તે પગાર તે જગોએ સરકારની મારફત ટ્રાન્સફર થઈ લેવાનો હતો. આ બધો આશાભર્યો યોગ ચાલતો હતો તેવામાં વળી મુંબઈથી રા. મનઃસુખરામભાઈએ લખ્યું કે કચ્છ સંબંધી કેટલુંક કામ છે, તે બાબત કેટલાંક પુસ્તકમાંથી હવાલા કાઢવાના છે, ને તે કામ તમને આપવાનું છે. જો કે તેમાં મળવાનું તો કાંઈ નથી, તેથી મુંબઈ આવવું. આમ કરવામાં તેમની મતલબ એમ હતી કે રા. મોતીલાલભાઈ જે મારી નાતના છે, ને જેમણે મારા પિતાનું એક કામ નડીયાદમાં મુન્સફ હતા ત્યારે વસીલાથી જ બગાડી અન્યાય કર્યો હતો, તે મને કચ્છમાં લઈ જવા બાબતમાં રાવશ્રીની મરજી છતાં જરા જરા વિઘ્ન નાખ્યા કરતા હતા તેમને મારા સંબંધમાં આવવાથી મારો હક સ્વીકારી અડચણ કરવાનું ઝાઝું ફાવે નહિ – આ વાત મારા સમજવામાં હતી. તેથી મેં રા. મનઃસુખરામભાઈની આજ્ઞા સ્વીકારી મુંબઈમાં જવું વાજબી ધાર્યું. વળી મારે મુંબઈમાં પેલા


  1. * રૂ. ૧૧૯૫) ત્રણનો ખર્ચ થયેલો હતો.