પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

નાટકવાળાનું પતાવવાનું હતું, તેમ સેક્રેટરીએટમાં મારી નોકરી બાબત તપાસ પણ કરવાની હતી. અર્થાતું હું મુંબઈ ગયો. એ વખતે મારા પિતાને તાવ દિવસ દશેકથી આવતો હતો, ને તેમની પ્રકૃતિ બહુ શિથિલ હતી. પણ કાંઈ ભય ન હતું. છતાં મેં ભય અટકળી તેમને બહુ કહ્યું કે હું મુંબઈ હાલ જતો નથી. પણ તેમણે અત્યંત આગ્રહથી મને જવા કહ્યું ને મારી અટકળને હસી કાઢી. તેમની હોશીઆરી એવી હતી કે જરા પણ શક આવે નહિ કે ...[કાગળ ફાટી ગયો છે] હું શનિવાર તા. ૩૧ ઓગસ્ટે મુંબઈ ગયો, ...[કાગળ ફાટી ગયો છે] જઈ ઝટપટ કચ્છ સંબંધી પુસ્તકો વગેરે ભેગાં કરી લીધાં, સેક્રેટરીએટમાં તપાસ કરી લીધી, નાટકનું પતવવા મથ્યો પણ એ તો કાંઈ વળ્યું નહિ. એમ 129સોમવારે હું નીકળવાનો હતો એવામાં તાર આવ્યો કે પિતાશ્રી શિવરૂપ થઈ ગયા. એ બનાવ તા. ૧ સપ્ટંબરની પૂર્વ રાત્રીએ બન્યો. તે જ રાત્રીના પશ્ચિમ ભાગમાં મને સ્વપ્ન થયું હતું તેથી એ બનાવની સુચના થઈ હતી, તેમ સોમવારે એટલે તા. રને દિવસ પ્રાતઃકાલે પૂજા કરતાં પણ એ વાત સૂચવાઈ હતી. મને જે ખેદ થયો તે અતુલ હતી. નહિ કે પિતાના મરણથી પણ તેમના દેહનું મારી ગેરહાજરીમાં પડવું થવાથી. પ્રારબ્ધયોગને આધીન થઈ, મન વાળી, નડીયાદ આવ્યો, અને તેમના મરણનો અતિ ઉત્તમ યોગ જાણી બહુ પ્રસન્ન થયો. મારા હાથમાં આ પ્રસંગે કાંઈ દ્રવ્ય ન હતું. ઘરમાં પણ તેમજ સીલક હતી. મારા પિતાના ચોપડા તપાસતાં તેમની...[કાગળ ફાટી ગયો છે] ઉઘરાણી આશરે પાંચ હજાર જેટલી હતી તેમ તેમને આશરે બે હજાર જેટલું દેવું હતું. મારા આગવા રૂ. ૪૬૦૦) હતા તે તો છે જ. મારા પિતાના દેવામાં એમ પણ ગણી શકાય કે તેમને ચાર હજાર કરતાં અધિક મેં આપેલા તે સુધાંત તો તેમને છ હજાર દેવું હતું. આ બધી તપાસ કરી મેં તેમનું ક્રિયાખર્ચ કરવામાં સારો વ્યય કરવો આદર્યો. હું એવાં ખર્ચની વિરુદ્ધ છું, પણ જ્યારે તે કરવા વિના ચાલતું જ નથી ત્યારે તો તેને સારી રીતે જ કરવાં. આશરે રૂપીઆ સાતસો મેં તેમાં વાપર્યા, જે મારી જ્ઞાતિની રીતિ કરતાં લગભગ દોઢા બમણા હતા. અને તેથી મને મારા કુટુંબમાં જે ઉત્તમ યશ ત્રણ પેઢીથી એવા કાર્ય સંબંધે ચાલ્યો આવ્યો છે તેવો યશ મલ્યો - રૂપીઆ મેં થોડાક તો પિતાશ્રીના લેણામાંથી ભેગા કરી આપ્યા હતા. આશરે ચાર સાડાચારસો મારી પાસેથી આપ્યા જેમાં યોગ એવો થયો કે પિતાશ્રીના બારમાને દિવસ જ ભાવનગરથી રૂ. ૩ર૭ની હુંડી આવી- કે જે મારા બાકીના પગાર વગેરેની હતી ને જે હાલ નહિ આવવાનો કે