પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬. ચોરીની તપાસ
તા. ૬–૨–૯૦ નડિયાદ

બરોબર બે માસ થયા છે. તેમાં ચોરી સંબંધી જે ઉદ્યોગ ચાલે છે તે પર તો કાંઈ નવીન સિદ્ધ થયું નથી. પેલી રંડીને શું કરવું? એને તેડીને ઘેર લાવવા માટે રણછોડલાલને વષ્ટિ કરવા સોંપી હતી, તેમ લલુ સોની પણ માથાકુટ કરતો હતો, પણ એ રાંડ એની મા તથા એનો બાપ એવો જ જવાબ દીધાં કરતાં હતાં કે અમારે મોકલવી નથી, સાસરૂં છે જ ક્યાં ? ઈત્યાદિ. નારણ વૈદ્ય પણ વારંવાર અજમાસ કર્યા કરતો પણ વ્યર્થ. છેવટ મેં એક બીજી તદબીર કરી ને મારા સસરાને નોટીસ આપી કે મારા ઘરના તેમ મેં પોતે કરાવેલા એવા આશરે રૂ. ૧૫OO)ના દાગીના તમારી છોકરી વગે કરી ગઈ છે એમ તેને તમે નસાડી ગયા તે પછી તપાસતાં નક્કી સમજાયું છે. તમે તે તમારી છોકરીને મોકલતા નથી, તેડવા મોકલ્યા છતાં મોકલતા નથી, એટલું જ નહીં, પણ તે હાલમાં કોઈ સાથે નાસી જવાના વિચારમાં છે તો પણ તમે સંભાળતા નથી. ત્યારે કહેવાનું કે તમે એ રાંડને મોકલો કે ન મોકલો પણ અમારા દાગીનાનો જવાબ દો. નહીં તો કાયદેસર પગલા લઈશું. આનો જવાબ તે લોકોએ કોઈ વાળેલો નથી, પણ નોટિસ પોહોચ્યાની પોહોચ આવી છે. દાવો હજુ કર્યો નથી, કેમકે પાકો સાક્ષી પુરાવો તૈયાર થવો જોઈએ. બધી વાત જોવા ઉપર આધાર રાખે છે એટલે કોઈ તે બધું જોયેલા લોક મળવા જોઈએ તેની શોધ ચાલે છે. રાંડને પકડવાનો યોગ જ તે આવવા દેતી નથી, પણ હવે તો છચોક છીનાળાનો ધંધો જ ચલાવે છે. મારો એક સાઢું છે તેને કાંઈ કારણસર બોલાબોલી થઈ તો મારી સાસુએ લોક વચ્ચે કહેલું કે "અમે તો ત્રણે જણીઓએ છીનાળાની દુકાન માંડી છે. તારે ફાવે તો આવજે." આટલું જ નથી પણ પ્રત્યક્ષ ધોળે દિવસે ગામ વચ્ચે થઈ એ રાંડ એની નાની બહેન તથા એની મા ત્રણે તેના યાર મંગળીયાને