પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

સુધીની પ્રાપ્તિ થવાનો પણ સંભવ છે. આ સિવાય પ્રિયંવદા ચાલતું જ છે, ને ભાવનગરથી કોઈ કોઈ વાર લેખ પણ આવે છે. આ બધા કાર્યના પ્રસંગમાં જરા ગંમત મળવા માટે નોવેલ્સ પણ વંચાયાં કરે છે.

ધર્મપ્રવૃત્તિમાં જે અભ્યાસ ચાલે છે તેમાં કેટલાક સિદ્ધાંત ર્દઢ સમજાઈ ગયા છે ને હવે ધારણાનો અતિ ઉત્તમ અભ્યાસ ચાલે છે. – જે કામ્યબુદ્ધિથી એટલે ઉપાર્જનમાં કાંઈ સિદ્ધિ થાય એવી ઈચ્છાથી સપ્તશતી આરંભી હતી બીજી શતચંડી પણ કરી, તથાપિ અવસ્થા તો સુધરવાને બદલે બગડતી જ જાય છે. એ કામ હવે પડતું મુક્યું છે. માત્ર ધારણાનો જ અભ્યાસ ચાલે છે – શરીર સારું છે. એક ધર્મસમાજ સ્થાપવાની પણ વૃત્તિ થઈ છે.

ઉપાર્જનમાં આવક કશી નથી. સરકારી નોકરી મુકી દેવાનો પ્રસંગ આવવાનો હતો જ તે આવ્યો છે ને રાજીનામું આપી ચુક્યો છું – પણ તેમાંથી એક યોગ થયો છે કે મારી સાત વર્ષની નોકરી છે તે માટે ગ્રેજ્યુઈટી મળશે. વડોદરામાં મારો નિયોગ થવાનો પ્રસંગ હજુ આવ્યો નથી – રા. મણિભાઈએ પત્ર લખી પગાર શું લેવો છે, પૂછાવ્યું હતું તેનું ઉત્તર લખ્યું છે કે આપ અને મહારાજાશ્રી નક્કી કરશો તે માટે ગ્રાહ્ય છે, પણ કાંઈ નિશ્ચય જણાયો નથી. કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગોનું પણ હજુ કાંઈ નિશ્ચયપૂર્વક જણાયું નથી. તપાસ કરતાં એમ લાગે છે કે હજુ ત્યાં જે માણસ છે તેને જવા માટે બેત્રણ માસ જેટલી વાર છે. રા. મુ. મનઃસુખરામનો પ્રયત્ન ચાલુ જ છે. જે ચોરીની બાબતમાં બાળાશંકરે ભાગ આપવાનું વચન આપેલું છે તે બાબતમાં જ્યારે હું કોંગ્રેસ માટે ગયેલો તેવામાં બાળાશંકર અત્રે આવેલો, તેને રણછોડલાલે સારી પેઠે પૂછવા માંડ્યું ત્યારે તેણે કહ્યું કે મારો બોલ મિથ્યા જવાનો નથી, ને મણિલાલને બોલાવો તો હું વાતચીત કરૂં. મને મુંબઈ કાગળ આવ્યો તેથી હું ઘણું કરી તા. ૨જી જાનેવારીએ અહીં આવ્યો. બાળાશંકર મારી પાસે આવીને જે તેણે રણછોડલાલને કહ્યું હતું તે જ કહેવા લાગ્યો; તથા વિશેષમાં બોલ્યો કે મેં મારા બનવેલી દેવશંકરને વાત કહેલી છે, ને તેમની ને મારી વચ્ચે કાંઈ વાંધો છે તે પતાવીને તારીખ પહેલી ફેબ્રુવારી પહેલાં હું તને જે પોહોચાડવું છે તે પોહોચાડીશ એમાં એણે એમ પણ વિશેષ ચર્ચા કરી કે ચોપડીમાં મારે ઉધારવા ને તારે જમે કરવા તેનું કેમ કરીશું ? એનો પણ નિકાલ આણી આપ્યો; તે પછી એણે કેટલીક મિત્રભાવની વાતો કરી, ને મને કહ્યું કે 'તારે હજાર પાંચસો જે કાંઈ જોયતું હોય તે તું માગીશ કે તુરત હાજર થશે. એમ કરવું એ મારી ફરજ છે ને હવે જ હું તને મારો