વ્યવહાર બાબતમાં જાણવાજોગ એટલું જ છે કે તા. ૨૧-૩-૯૧ને રોજ પેલી રંડાને નાત બહાર મુકાવવા બ્રાહ્મણોએ ઠરાવ કર્યો. સબબ એવો બન્યો કે એ રાંડ તથા માધવલાલ અથવા ફલીઓ તે બે જે અહીં ભેગાં રહેતાં હતાં તે નાશી ગયાં. લોકમાં એમ કહેવાય છે કે એ ફુલીઆની માને દીનશા કરીને એક મામલતદાર અત્રે હતો તેણે રાખેલી, ને તે જ દીનશા હાલ છોટાઉદેપુર દીવાન છે તેથી તેણે ફુલીઆની માને નોકરી આપી આ રાંડને પોતાના ઉપયોગ માટે મગાવી લીધી. ખાનગી તપાસથી સમજાય છે કે છે પણ ત્યાં જ. આ કારણથી બ્રાહ્મણોએ “અંબાલાલ રવીશંકરની દીકરી” તથા એ ફલીઆને નાતબહાર મૂકાવવા ઠરાવ કરી તે ઠરાવ તા. ૩૦-૩-૯૧ને રોજ આખી નાતમાં રજુ કર્યો. 157 ઉપરથી આખી નાતે એ ઠરાવે મંજુર કરી બન્નેને નાતબહાર મૂક્યાં અને વિશેષમાં જે તાળુ પૂર્યાની હકીકત આગળ મેં નોંધી છે તે પણ કારણરૂપે ઉમેરી. હું ધારું છું કે આ રાંડ સાથેના મારા સંબંધરૂપી નાટકનો આ છેલો જ પ્રવેશ હો!
મારા બે છોકરાને જનોઈ દેવાની વ્યવસ્થા ચાલે છે. જનોઈ વૈશાખ એટલે મે મહીનામાં દેવાનું છે. છોકરા તથા મારો ભાઈ તેમને નાતમાં કહી પણ કન્યાનો સંભવ નથી. કુલ, પહેરામણી, વગેરે આગળ જે જે અમારૂં હતું તેનો હવે હીસાબ નથી, કેમકે પૈસા ખર્ચા વિના કન્યા મળતી નથી. હું ત્રણને માટે ત્રીસ હજાર રૂપીઆ આપી શકું એવી મારી શક્તિ નથી, તેમ કદાપિ શક્તિ હોય તો પણ કન્યાનું જડ સરખું પણ વિદ્યમાન નથી, સબબ કે આગળ ગૃહસ્થો બ્રાહ્મણને કન્યા આપતા એ વહીવટ હાલ કેવલ બંધ છે, શુરૂ થાય તેવો સંભવ નથી, અને બ્રાહ્મણોમાં તો કન્યા જ નથી. આવા વિચારથી છોકરાંને પરણાવવાની મોટી અડચણ થઈ આવી છે. વળી તેમને કુંવારાં રાખવામાં