પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨. લેખન અને અધ્યાત્મ મંડળ


તા. ૧૦-૪-૯૨
 

આશરે છ માસ પછી કલમ ચલાવું છું. નવું કાંઈ નથી. વડોદરા, કચ્છ અમેરિકા અને વડોદરામાં ગજ્જરવાળી ગોઠવણ, બધાં હવે સામટાં ચાલે છે. વિક્રમચરિત અને વસ્તુપાલ–તેજપાલ એ ભાષાંતર વડોદરાનાં ચાલે છે. અમેરિકાનું ચાલે છે, છપાઈને અત્ર આવે છે તે સંગ્રહેલું છે. કચ્છ તરફથી વ્હેટલીઝ રહેટરીક અને ઈન્ડક્ટીવ લોજીક આ સાલ તૈયાર કરવા માંડ્યાં છે – છેવટે એ દરબારથી મારી મરજી પ્રમાણે ગ્રંથો લેવા ઠર્યા–રા. ગજ્જરે આઠનવ વર્ષ ચાલે તેટલું લખવાનું આપ્યું છે, હાલ સાઈકોલોજી ચાલે છે, ડીડક્ટીવ લોજીક ગુ. વ. સોસાઈટી માટે ચાલે છે. એ ઉપરાંત સુદર્શન તથા પરચુરણ વાચન બધું ચાલે છે. વખત બીલકુલ મળતો નથી. અગીઆરથી પાંચ સુધી અને રાત્રે એક કલાક એમ કામ કરવું પડે છે. પરચુરણને માટે તે જુદું. લંડનમાં એશિયાટિક ક્વાર્ટરલી દા. લીટનર કાઢે છે તેણે મને આર્ટિકલો લખી મોકલવા નિમંત્રણ કર્યું છે – પૈસા આપવા કહ્યું છે. વડોદરા કન્યાશાળા માટેના પાઠ હરગોવનદાસ તથા મણિભાઈએ આગ્રહ કરી પાછા ફરી લખાવ્યા, મેં ફરી સહજ ફેરફાર કરી આપ્યો, છતાં પાછા તેમને ગોઠતા થયા નહિ. મેં પાછા માગ્યા તો હરગોવનદાસે કહ્યું કે એમાં હું ફેરફાર કરી ચલાવું તો કેમ ? તે વાતની મેં ના પાડી ને પાઠો પાછા આપ્યા છે. જુદા છપાવવા છે. હરગોવનદાસે લખ્યું છે કે જુદા છપાશે તો અત્રથી સારૂં ઉત્તેજન આપીશું.

વ્યવહારમાં છોકરાંના લગ્નનો નિશ્ચય હવે તા. ૩૦ વૈશાખ શુ ૪ શનિનો રાખ્યો છે. ભાઈ તથા એક દીકરાનું થશે. નાના છોકરા માટે મોઢાનો બંદોબસ્ત થઈ ગયો છે – આ બે લગ્નમાં શરત મુજબ ખરચ ૧OO)નું પલ્લું પ૦૦) દંડ ને ૫૦૦) માંડવા ખરચ એમ ચાર હજાર છે – આપણી તરફ થાય તે જુદું. આ લગન થયા પછી નાતથી જુદા થઈશું પણ તેમાં કાંઈ ચિંતા

૧૫૧