પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩. ભાઈ અને પુત્રનાં લગ્ન


તા. ર૭–૭–૯૨
 

મારા ભાઈ અને પુત્રનાં લગ્ન થઈ ગયાં. નાતવાળાને વરઘોડામાં આવવા જેટલી પણ મહેરબાની કરે એવી વિનતિ કરી પણ તેનો બદલો તેમણે એમ વાળ્યો કે વહીવટ વિરુદ્ધ જઈ ઉલટા એક દિવસ આગળથી અમને નાતબહાર મૂક્યા. મિત્રોની પરીક્ષા આ સમયમાં બહુ સારી થઈ. મોહનલાલ કેવલ રદ નીકળ્યો. વિરોધી તો નથી થયો, પણ તેણે એક તૃણ પણ મને સહાય થવા હલાવ્યું નથી એવી મારી ખાતરી છે. અસ્તુ. એ માણસને હું બહુ જ સ્વાર્થી જાણતો હતો તેવો જ તે ખરેખરો જણાયો છે, અને મેં જો તેનું કાંઈ કર્યું હોય તો તેનો બદલો તેણે કશો વાળ્યો નથી. તેને સંસારમાં ઠેકાણે મેં પાડેલો એમ મારું માનવું છે માટે આમ લખું છું. છોટુએ બહુ પ્રયાસ માંડ્યો, જાતે આવવા તૈયાર થયો, પણ મેં જ ના પાડી આગ્રહ કરીને અટકાવ્યો કેમકે એના આવવાથી એને હાનિ વધારે અને મને લાભ કાંઈ ન હતો. પણ એના મનની પરીક્ષા થઈ ગઈ. નાતના મિત્રોની એ વાત; પણ બાકી મારા જે જે મિત્રો છે તે આ પ્રસંગ પર એવી મારી મદદમાં ભેગા થઈ ગયા, આખા ગામે પણ મારા ઉપર એવો સારો ભાવ બતાવ્યો કે વરઘોડો બહુ સારામાં સારો નીકળ્યો, લગભગ હજાર માણસ ભેગું થઈ ગયું અને જાનમાં પણ દોઢસોને આશરે માણસ આવ્યું. મને બધા વ્યવહારથી બહુ સંતોષ થયો. અત્ર પરણાવીને પાછા આવ્યા પછી નાતવાળાએ ઘણા ઘણા દ્વેષ ઇર્ષ્યા આદિ જે મનમાં હશે તેને પ્રદર્શિત કરી અમને હેરાન કરવાના માર્ગ રૂપે આ સાધન હાથ કર્યું. પણ અમારો ને તેમનો સંબંધ તૂટેલો અને મારી સ્થિતિ ઉપર ઈશ્વરની કૃપા તેથી કોઈ ફાવ્યું નહિ. મારા નાના દીકરાનો વિવાહ નક્કી કર્યો છે ને લગ્ન આવતે વર્ષે કરીશ. નવી નાતવાળાએ અમારી પ્રતિષ્ઠાને ખાતર દંડના રૂ. ૧OOO)માંથી ૧૭૫) ઓછા લીધા છે, તે હવે રણછોડ પાસેથી

૧૫૩