પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

ભગવદ્ ગીતા પણ – છપાશે અને “બાલવિલાસ” એ નામથી – પેલા વડોદરામાંથી પાછા લીધેલા પાઠ પણ – છપાઈ રહેવા આવ્યા છે. તેમાંથી ધર્મ વિશેના જે પાઠ છે તે જુદા કાઢી જુદા છપાવ્યા છે તેને “પરમાર્ગદર્શન” એ નામ આપી મફત વહેંચવાનો વિચાર છે. પ્રેમજીવન જેવી બીજી ૧૧ કવિતા રચી છે તે"અભેદોર્મિ”એ નામથી પ્રસિદ્ધ કરીશ. તેનો ઉદ્દેશ તેમાં બતાવ્યો છે.

વડોદરાનું કામ ચાલે છે તે દરમીઆનમાં એમ ઠર્યું કે મારે પાટણ જૈન ભંડારો તપાસી તેની યાદી કરી કેટલોગ અને રીપોર્ટ કરવો અને પુસ્તકો પસંદ કરી મહારાજ સાહેબ તરફથી લખાવવાં. એ કામ ઉપર હું અહીં પડેલો છું. લોકો બહુ જ નીચ, સંકુચિત મનના છે. તેનું કારણ કેવળ અજ્ઞાન બીજું કાંઈ નથી. ગાયકવાડ સરકાર મહોટી મહોટી વાતો કરે છે ને compulsory education અને મહોટી મહોટી scheme ઘડે છે, પણ લોક બહુ પછાત છે, અધિકારીઓનો અમલ આંધળો છે – હજી ગાયકવાડી ગઈ નથી – ભંડારો બધા જોવાની પેરવી કરવામાં બહુ પ્રયાસ પડે છે. પણ આજ સુધી એ કામ સંપૂર્ણ રીતે કોઈએ કર્યું નથી, તે મારાથી બની આવે તો ઠીક એમ ઉમેદ છે. હવે એ કામ ૧૫-૨૦ દિવસે સમાપ્ત થશે. એક અંગરેજી રીપોર્ટ તૈયાર કરીને ખાનગી છપાવી વિલાયત વિગેરે મોકલ્યો હોય તો વિદ્વાનોને બહુ લાભ થાય.

નડીઆદમાં ઘર કરાવા માંડેલું છે. રૂ. ત્રણ હજાર ધાર્યા હતા પણ પાંચ થશે ત્યારે પતશે એમ લાગે છે. તેટલાની સવડ છે. હવે ત્રણ જણ માટે ઘર થયા એટલું નચિંત થવાયું – વચલી બારી બંધ કરે એટલે બે ઘર એ અને એક નવું બહારનું છે તે – એ ઘર બાબત ઓટલો મોટો છે એવો દાવો પડોશીએ કર્યો છે – જોઈએ શું નીકળે છે. મંગળીઆએ હાઈકોર્ટમાં અપીલ કરી છે, તે સામે ક્રોસ ઓબજેક્શન નોંધાવા મુંબઈ પણ જઈ આવવું પડ્યું છે – ઘરમાં સાંગો બરાબર ભણતો નથી, હજી બીડી પીવા વગેરે વ્યસન મૂકતો નથી એથી મારા જીવને બહુ ઉત્તાપ રહે છે. બે છોકરામાંથી મહોટો અંગરેજીમાં ગયો ને નાને હાલ ગુજરાતીમાં આરંભ કર્યો એથી સંતોષ છે, પણ મારા ભાઈને કાળજી નથી એ વાત મને જરા પણ ગમતી નથી. મહોટા બાળકને હવે કેટલુંક કહેવાય પણ ? એની વહુ બહુ સારી નીકળે એમ લાગે છે. નવા તડમાં ગયા તેથી જો કે આપણો સ્વાર્થ સુધર્યો તથાપિ એ લોકો ઘણા નાદાન જણાય છે. તેમની સાથે ઝાઝો સંસર્ગ રહી શકતો