પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

પણ તેમનું ઉત્તર કાંઈ ઉત્તેજક નથી. ખેર–એક paper Hinduism એ નામનો મોકલવો છે, સૂચનાઓ પણ લખી મોકલી છે કે Universal religionના principles enunciate કરો. પેપર તથા મારા ચરિતનો સાર તેમણે માગ્યો તે અને તેમણે માગેલો મારો ફોટોગ્રાફ બધું તેમના રીપોર્ટમાં છપાશે એમ સમજાય છે. પણ જોઈએ હવે આ paperની દશા પાછી Purana વિષેના Oriental Congress (Stockholm)માં લખેલા પેપર જેવી થાય છે કે નહિ.

પાટણ આવવાથી નિયમિત લખવાનું જે ચાલતું હતું તેમાં ખલલ પડ્યું છે. એટલે આ ચારછ માસનો આવક ત્રણસોથી વધારે નહિ થાય. સરકારે તો ઇન્કમટેક્ષ ચગદી ઘાલ્યો છે રૂ ૫૭ ઉપરાંત કાંઈક છે. જૂનાગઢ જવાની રૂચિ છે. સિદ્ધપુર સોમયજ્ઞ થાય છે ત્યાં જોવા જવું છે, જૂનાગઢ જતાં લાઠી ઠાકોરને મળાય તો ઠીક. તેનો આગ્રહ છે, મારી ઇચ્છા છે. એ કુમાર! કેવો પ્રેમાલ હૃદયનો, કેવો શુદ્ધ ચરિતવાળો, કેવો વિદ્યાવિલાસી – એને પ્રત્યક્ષ જોયો નથી, એણે પોતે પત્ર દ્વારા ઓળખાણ કર્યું છે, પણ પછી તેના પત્રોમાંથી તે એવો સમજાયો છે. એક રાજા તરીકે એનું એ ચારિત્ર વધારે ખીલવીને અનુકરણીય થાય એમ મારી ઇચ્છા એને લખવાનો ઉદ્દેશ છે.