પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૬૧
 

તેવી વાત કરે તેને સારા લોક પ્રમાણ કરે જ નહિ; તેમ બાબરની લાશ પણ હવે હાથ આવે તેમ ન હતું; કેમકે બાળી નાખી હતી. પરંતુ સાંજ પડતામાં તો મને ખબર થઈ કે આખા ગામમાં વાત ચર્ચાઈ છે, તેને સારા લોક માનતા નથી, પણ હલકા લોક તેને દશગણી કરી બતાવે છે ને પોલીસમાં અરજીઓ પણ થઈ છે, ખેડાવાળ(મરનારની નાત)નાં બૈરાં અમારા નામથી કૂટે છે, ઇત્યાદિ.

મારા પરમ હિતચિંતક હરિદાસ વિહારીદાસ જૂનાગઢની દીવાનગીરીથી ઘેર આવવાના હોવાથી આ સંધિમાં મારે જૂનાગઢ જવાની યોજના હતી, તે મારે મૂકી દેવી પડી. મિત્રો સ્નેહીઓ બધા ભેગા મળ્યા. સારા લોકોએ પોતાની મેળે નીચે મુજબનાં અમારા બચાવનાં પ્રમાણો આણી આણીને અમને આપ્યાં. ઘણું ભય તો દાક્તર રામસિંહને હતું કેમકે તે સાક્ષાત્ ગુનો કરનાર ઠરે, ને તેની હીંમત પણ આવા આરોપથી બહુ ભાગી ગઈ હતી એથી મને વધારે દલગીરી હતી:

(૧) બાબરને હાર્ટ ડીસીઝ હતો તે માટે દાક્તર રામસિંગ પાસે તે આઠ દિવસથી દવા કરતો હતો.

(૨) ગામમાં ખાનગી L. M. & S. દાક્તર છે તેણે તેને મરવાના દિવસની સવારે તપાસી કહીં પણ જવાની મના કરી હતી.

(૩) ભીખા ઈશ્વર નામનો માણસ વૈદ્યનું કામ કરે છે, તેની દુકાન બાબરની દુકાનની પાસે છે. તેને બાબરે દવાખાનામાં આવતા પહલાં નાડ બતાવેલી તેને તાબડતોબ ઘેર જવા કહેલું કેમકે તે તૂટી ગયેલી, તેને, માલુમ પડેલી.

(૪) બાબરે પોતાની દુકાન ઉપર બેશીને મરવાના ત્રણેક દિવસ આગળ છાતી તથા બરડાના વાળ મુડાવી નાખેલા (શરીરે બહુ વાળવાળો માણસ હતો) એવા હેતુથી કે છાતીનો દુખાવો મટવા સોમલનું તેલ લગાડવું. એ સોમલનું તેલ લગાડ્યું હશે જ, કેમકે મુવા પછી તે ભાગ બહુ કાળો પડી ગયો હતો એમ લોકો કહે છે.

(૫) મડદાને ચીરાવ્યું નહિ, પણ બાળી નાખ્યા પછી વાત કરી.

(૬) દાવાને આ માણસના મરવાથી લાભ નહિ, પણ ઉલટી હાનિ કેમકે સમાધાન કરવા બાબતની તેની વષ્ટિના મારી પાસે દાખલા છે.

(૭) તેના મુવાની સવારમાં બજારમાં એવી વાત કેટલાક તેના સગા કરવા આવ્યા હતા કે સરેનો જે કેસ ચાલે છે તેમાં એ આગેવાન હોવાથી

મ.ન.દ્વિ. - ૧૧