પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાળા, શેરી અને સોબત
૧૩
 

કાંઈક સ્વાભાવિક ભાવ પણ હતો. પણ મારા થનાર સાળાને જો આ છોકરી ન મળે તો પછી પરણવાની આશા ન હતી. અધુરામાં પુરૂં એમ થયું કે મારી થનાર ફોઈજી જે રાંડેલી હતી તેને આ બેહેચરલાલ જોડે ગુપ્ત સંબંધ હતો તેણે તેને મારી સાથેનું પોતાની દીકરીનું લગ્ન મુલતવી રાખવા ફરજ પાડી એમ બતાવીને કે અમે અમારી દીકરીનું લગ્ન ઘણા વખતથી એ કુલીન વર સાથે ધારેલું છે ત્યાં તમે ઉપર પડશો તો અમે તમારો સંબંધ તજીશું. કામદેવના બળે સાધેલું આ કાવતરૂં પાર પડયું; ને જો કે બેહેચરલાલ પોતાની છોકરીને પરણ્યા પછી બેચાર વર્ષમાં આપઘાત કરવો પડયો તેથી છેક પસ્તાઈને વિરાગી બની ગયો તો પણ ચોરીમાં તો આ મને મનગમતી છોકરીના મંગળફેરા કેવળ મૂર્ખ તથા કુછંદી લક્ષ્મીલાલ સાથે ફરાયા. અમે પણ લક્ષ્મીલાલની બેહેનને જ પરણ્યા. એક તો સારી કન્યા ખોઈ અને આ પરિણામે નઠારી નીવડી તે લાવ્યા. તેમાં રૂ. ૫૦૦૦ રોકડા કન્યાના વ્યાપને આપવા પડ્યા. અમારી ન્યાતમાં કન્યાની ઘણી અછત છે નો કન્યાનાં નાદાન માબાપ કોઈ વાર ૧૦–૧૫ હજારની રકમો ઉપાડે છે. મારા સાળાની ચાલ વગેરેનું વર્ણન આવી ગયું છે તેમાં એટલું જ ઉમેરવું બસ છે કે તે કેવળ નિરક્ષર છે અને દારૂ પીવે તથા ગાંજો પીવે ને ચોરી કરવે કુશલ છે. મારો સસરો ભલો માણસ છે પણ અફીણી ને દારૂડિયો છે ને ઘરમાં જરા પણ ઉપજ નથી. સાસુ ચોર, છીનાળ તથા ઘણા ખરાબ સ્વભાવની છે. દારૂ તો સર્વે બૈરાંછોકરાંના વાપરવામાં ખરો જ. મારો એક કાકોજી સમજુ માણસ હતો, પણ મારે મારાં સાસરીયા સાથે તકરાર થવાના વખતમાં તેનું મરણ થયું હતું. છોકરાં પર બીલકુલ કાબુ રાખવામાં આવતો નહિ. ને તેનું જ પરિણામ છોકરાંમાં બીગાડ થયો એમ થયું. સારૂં સારૂં ખાવું પીવું ને મઝા કરવી એ સિદ્ધાન્ત. ઉપજમાં ફક્ત સુણાવ ગામના કણબી લોકના ગોરપદામાંથી આવે તે. બાકી દેવું કરવાનું. આવા સહવાસમાં ઉછરેલી છોકરી મારે ગળે બંધાઈ. નહિ કે મને આ વાતની મૂલથી સમજ હતી કે તેથી મને મારી સ્ત્રી પર અણગમો થાય પણ જેમ જેમ મારી સ્ત્રીમાં બીગાડ જણાતો ગયો તેમ તેમ આ સર્વ કારણોનો વિચાર મારા મનમાં ઉઠતો ગયો તે અત્રે જ્યાં ઘટે ત્યાં જ નોંધી દીધેલ છે. મારા મનમાં આ તથા બીજાં ઘણાં ઉદાહરણો પરથી એમ પણ હાલ થયું છે કે લગ્ન વગેરે સંબંધમાં કુલ જોવાની રીતિ તિરસ્કારને પાત્ર નથી. સારા ખાનદાન વિના સારાં ફરજંદ થતાં નથી, પણ તે ખાનદાનની તપાસ બારીકાઈથી કરેલી હોવી જોઈએ. આ લગ્ન સમયે મારી સ્ત્રીનું વય