પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

જાણવી આવશ્યક છે. આમ કરતે કરતે છેક હમણાં બે માસ ઉપર એની નાંદોદવાળી રાખેલી સ્ત્રી લાડી આવી, તેને તેણે મારી સાથે મેળવી, ને મેં એને તેની સોબત રાખવાની રજા આપી તેથી તો એ ઘણો જ ખુશી થઈ ગયો ને મને પરમેશ્વરની પેઠે પૂજવા લાગ્યો. રજા આપવા વિના છૂટકો જ ન હતો, કેમકે ખૂલ્લી રજા ન આપવાથી, એને ચોરી, જુઠ અને ઠગાઈનો રસ્તો શીખવવા જેવું થતું હતું એમ મેં સેંકડો અનુભવ કર્યા હતા. તે ગઈ; પણ વળી પાછી આવી અને હાલ લગભગ દોઢ પોણા બે માસથી અહીં જ છે. તેને તથા એની સ્ત્રીને લઈને એ મારા ઘરમાં આવીને રહ્યો, વીસ દિવસ રહ્યો, અને મને પણ એણે પાછી એ લાડીની સાથે ન કરવાનો તે સંબંધ કરાવ્યો; મેં પણ એના મનની પરીક્ષા કરવા કર્યો કે જેને પોતાની પરણેલી સ્ત્રી કરતાં પણ એ અધિક માને છે તેને એ મને સાંપે છે તેમાં કેવો ભાવ છે. એની સ્ત્રી મને એમ કહ્યાં કરતી હતી કે હું જ્યારે તમારે ઘેર આવવાનું કહું છું ત્યારે મને ના કહે છે અને આજ આને લઈને અહીં જ પડ્યા છે તો તેમાં કેમ લોકલાજ નડતી નથી. એની સ્ત્રીને આ રાંડથી શું કષ્ટ છે તે બધું મેં જોયું. મારૂં હૃદય બળીને પીગળીને દુઃખી થયું કે કોઈ પણ સ્ત્રી આવું ન વેઠી શકે. આવી સ્થિતિ ચાલતી હતી તેમાં એકાએક એક દિવસ રાતે કાંઈ નિમિત્તને લઈને ત્રણે જણ એને પોતાને ઘેર ગયાં. સવારે આવ્યાં નહિ, અને મેં જ્યારે બપોરે લખીને પૂછ્યું કે કેમ આવતાં નથી ત્યારે છોટુએ જવાબ લખ્યો કે “તમારા સિવાય બધી દુનીયાં મને નામર્દ અને પૈસા માટે બાયડી તમને સાંપનાર કહે છે માટે હું જે કરું છું તે ઠીક જ કરૂં છું.” ઈત્યાદિ. આ શબ્દો વાચતાં જ મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યાં, મારા હૃદયના મર્મમાં મહોટો ઘા થયો, આખી દુનીયાં મારી નજર આગળથી ઉડી ગઈ. અને મને એમ થયું કે અરે ! પ્રેમને નામે હું ઠગાયો, છેતરાયો, ફસાયો ! પશ્ચાત્તાપ પણ શો કરું ? એ જ આવેશમાં “કહી તું જાય છે દોરી દગાબાજી કરી કીસ્મત” એ ગજલ લખાઈ ગઈ. પણ આવા બેવફાઈના અનુભવ થવા આવશ્યક છે; એ વિના વૈરાગ્ય આવી, સંન્યાસ થવાનો જ નથી, એવું જ્ઞાન આવ્યું અને મનને સમાધાન મળી ગયું. તેથી જ છેવટ લખ્યું છે “મળ્યો માલીક વેચાયો, કરી લે ચાહે તે કીસ્મત.” આ ગજલની નકલ અને સાથે એક કાગળ તા. ૩-૯-૯૪ને રોજ મેં છોટુને એની ચીઠીના જવાબમાં મોકલ્યાં. કાગળની મતલબ એ હતી કે "જ્યારે આપણે તારી સ્ત્રીને વચમાં ભેળવી સંબંધ કર્યો ત્યારે પ્રેમનું અતિ દિવ્ય સ્વરૂપ