પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

મહીનાની, ને તે પછી એક મહીનાની મળી ડીસંબર ૧૮૯૪ સુધી મંજુરી આપી એવી મતલબથી કે જો સમાધાન કરે તો તે કરાવવામાં આ મુદત વધારવાના સ્વાર્થને રસ્તે મારા ઉપર સારૂં દબાણ થઈ શકે. મારી સાથે આવો ખેલ કરવામાં બીજો પણ સ્વાર્થ હતો. પાટણ દા. પીટર્સન ગયો તેની સાથે બીજી વાર પાછો મને મોકલ્યો અને સ્પષ્ટ મણિભાઈએ મને કહ્યું કે સાહેબ પાસે આપણે મોતીભાઈ(મણિભાઈના દીકરા)ને બી.એ.માં પાસ કરાવવાની તજવીજ કરવી છે. ડીસંબરમાં બી.એ.નો પરિણામ જણાવાનો તે સમયે તેમણે મને કહ્યું કે “buy borrow or steal” પણ મોતીભાઈ પાસ થાય તેમ કરો અને મુંબઈ જઈ પીટર્સન કે બીજા જેને મળવું પડે તેને મળી બંદોબસ્ત કરો. હું મુંબઈ ગયો; બનતી તજવીજ કરી, પણ મોતીભાઈ તો પાસ થયો જ હતો એટલે બહુ માથાકૂટ પડી નહિ. આવો આ સ્વાર્થી, નીચ, બાયલો માણસ મણિભાઈ હરગોવનદાસને મારે મોઢે ગાળો દે, તેને મોઢે મને પણ દેતો હશે, પણ સર્વદા પક્ષ હરગોવનદાસનો જ કરે; ને કામ મારી પાસે કરાવતો જાય. મુદત જરાતરા આપતો જાય ! આમ કરતાં જાનેવારી ૧૮૯૫ થયો. તે વખતે મહારાજા સાહેબ વીલાયતથી આવ્યા. બાપટ કેસને લીધે મણિભાઈ તો મહારાજાના આંખના પાટા થઈ ગયા હતા, ને તેમને શી રીતે કહાડવા તેનો મખાંતર શોધતા હતા. કેવળ રેસીડેન્સી અને ફેર મીડ, પેલી વગેરે પાછલા રેસીડેન્ટો જેમની પાસે નોકર હતા ત્યારે મણિભાઈએ કાળાંધોળાં કરી આપેલાં તેમની લાગવગથી એ બાયલા પુતળાનું ચાલતું હતું, બાકી તેમાં પાણી કે જોર કે અક્કલનો એક છાંટો હતો નહિ. એથી જ મહારાજ એને કાઢી શકતો ન હતો. મહારાજે આવતાવેત મણિભાઈ પાસેથી મારા કામના કાગળો માગ્યા. તેમણે મોકલ્યા. એ જાણતાં જ મેં જે જે કાગળો છપાવી રાખ્યા હતા તે મહારાજને મોકલી આપ્યા કે હરગોવનદાસની સર્વ રીતભાત તેમના જાણવામાં આવે. કાગળો મહારાજાએ છેક એપ્રિલ સુધી પાછા મોકલ્યા નહિ. તેમણે પાછા મોકલ્યા ત્યારે પણ કાંઈ હુકમ કર્યો નહિ. મણિભાઈએ લખીને પુછ્યું કે આ માણસનું ખાતું બંધ કર્યું નથી માટે હુકમ શો છે તે જણાવશો, તોપણ આગળ ફુરસદ મળતાં કાગળોનો ફરી વિચાર કરીશું કહીને વાત અધર રાખી. મણિભાઈએ કાગળો પાછા કાઉન્સીલમાં રજુ કર્યા. આ સંધિમાં જ હરગોવનદાસને મહારાજાએ ટાઈમ્સ ઉપર લાઈબલ માંડવા ફરજ પાડી. તેણે મુંબઈ જઈ લાઈબલ માંડ્યો છે. ટાઈમ્સવાળો મારૂં ને બાળાશંકરનું નામ આપે તે માટે તેણે ઘણી તજવીજ લગાવી, પણ તેમ થઈ