પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

મને વિલક્ષણ વૃત્તિવાળો જોઈ સર્વે મને તોડી પાડવા મંડયા રહેતા. અમદાવાદના છોકરાઓમાં મારી નાતના કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કરીને હતા. તે ગૃહસ્થ હતા; હું બ્રાહ્મણ; ને મારા મોસાળના તે યજમાન થતા હતા. આવાં કારણની અદેખાઈ તેમના મનમાં હો વા ન હો, પણ મારી હોશીઆરી ને કાબેલી તેમનાથી જરા પણ સહન ન થતી એ તો નક્કી. તેઓ પોતે ઘણા હોશીઆર તથા ચંચળ ને ભણવે અગ્રેસર હતા તેથી પણ તેમ થઈ આવવાનો સંભવ છે. એફ.ઈ.એ.ની પરીક્ષા પાસે આવેલી માત્ર ૧ માસ બાકી રહેલો; ને તમામ દક્ષણી તથા ગુજરાતીઓમાં એમજ વાત થઈ રહેલી કે મણિલાલ પહેલે નંબરે આવશે તથા રૂ. ૩OO)નું ઈનામ છે તે લેશે. મારો નિશ્ચય પણ બને તો આમ કરવાનો નહિ એમ નહિ. પણ પરિણામે ગુજરાતી છોકરાઓની અદેખાઈએ મને હરાવ્યો.

પ્રસંગ એવો થયો કે કોઈ દક્ષણી છોકરાની જાને સર્વે ગુજરાતીઓ જનારા હતા, તેમાં હું તથા છગનલાલ લલુભાઈ ન ગયા. આ વાતની ચર્ચા ખુબ થઈ ને મને બને તો પ્રથમ નંબરે ન આવવા દેવો એવો વિચાર રાજકોટનો કેવળરામ માવજી બ્રાહ્મણ હતો તેના તથા પ્રાણલાલ કહાનદાસના મનમાં ઉઠયો. તેઓ સર્વે પાછા આવ્યા તેવામાં મારા સાથી છગનલાલ ને તે પ્રાણલાલને કાંઈ બોલાબોલી થઈ; ને તે પછી બેચાર દિવસે એકાદ રાંડને ત્યાં અમે બન્ને જઈ આવ્યા, તે વાત પ્રાણલાલના જાણવામાં આવી. રાત દિવસ મથન કરી પ્રાણલાલ, કેવળરામ તથા પેલો જેને મદદ અપાવેલી તે માણસ, અને બીજા ઘણાએ મળી મારા પર રંડીબાજીનું તથા છગનલાલ પર ચાંદીનો આજાર થયાનું ને એક ઉમરેઠનો ખેડાવાળ જે છગનલાલનો મિત્ર હતો તે પ્રાણશંકર નરોત્તમ પર સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ કર્યાનું તોહોમત મુકી, રેસીડન્ટ સ્ટુડન્ટમાંથી ને બને તો કોલેજમાંથી જ કઢાવી મુકવા માટે પ્રીન્સીપાલને આપવાની અરજી તૈયાર કરી. તેમાં ઘણાખરા ગુજરાતીઓએ જ સહી કરી. ભૂપતરાય, જેનું નામ મેં આગળ આપેલું છે તેણે મને આ સંબંધમાં અતુલ મદદ કરી માટે તેનો સ્નેહ હું અદ્યાપિ સાચવી રહ્યો છું. આ અરજીનું મને જાણ કરાવ્યું ને કહેવરાવ્યું કે પ્રાણલાલની માફી માંગો તો અરજી માંડી વાળીએ. મેં કહ્યું કે હું માફી માગવાનો નથી, કેમકે મેં કોઈ પ્રાણલાલનો ગુનો કર્યો નથી, જેમ ઈશ્વરેચ્છા હશે તેમ થશે. આ વાત આઠ દશ દિવસ ચુંથાઈ ને તે દરમ્યાન મારૂં ચિત્ત વ્યગ્ર હોવાથી એટલો મારો અભ્યાસ પડયો. પરિણામે મારા મિત્ર ભૂપતરાયે મારી કોલેજમાં એક ફેલો નામે ગણેશ શ્રીપંથ