પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

પછી હું ફરી કોલેજમાં ગયો. બી.એ.નો અભ્યાસ આરંભ્યો તેમાં મારે voluntary વિષય શો લેવો તે વિચાર હતો, નિર્ણય એ થયો કે History તથા Pol. Economy લેવી; ને Historyમાં પણ India & England બે જ વાંચવી. આ વિષય લેવાથી જ માણસની બુદ્ધિ અને તર્કશક્તિ ખીલે છે તથા કાંઈ નવી અક્કલ આવી બોલવા લખવાની છટા સમજાય છે એવો મને નિર્ણય થવાથી એ વિષય મેં લીધેલા. આ મારી કલ્પના મને તો સંપૂર્ણ રીતે ખરી માલુમ પડી છે. મારી વાંચવાની ઢબ જુદી જ છે; દરેક વિષય હસ્તામલકવત્ થયા વગર મુકવો મને ગમતો નથી; તેમ ગોખીને સમજ્યા વિના યાદ રાખવું મારાથી બનતું નથી એટલે વારંવાર હરકોઈ વિષય માટે મારે ઘણાં પુસ્તકો વાંચવાં પડે છે. આવો મૂલથી નિયમ મનમાં જડાયાથી મારે કરવાની મહેનતમાં ઘણો વધારો થયો હતો ને મારે ૧૪-૧૫ કલાકથી પણ કોઈ વાર વધારે કામ કરવાની જરૂર પડતી. સંસ્કૃત વિષય કરી લેવામાં તો અહીં પણ મને ઝાઝી વાર કે મુશ્કેલી લાગી નહિ. મારા સંસ્કૃત શિક્ષક ડાક્તર રામકૃષ્ણ ગોપાલ ભંડારકર તથા ઇતિહાસ, ઇકોનોમી અને કાંઈક અંગ્રેજી ભાષાનો વિષય શીખવનાર મહાસમર્થ પ્રીન્સીપાલ વર્ડસ્વર્થનું નામ આજે સંભારીને પણ મને અતિશય માન પેદા થઈ આવે છે, અને તેમની મારા પરની પ્રીતિ તથા તેમની ભણાવવાની પદ્ધતિથી જ મને જે લાભ મળ્યો છે તે મળ્યો છે એમ મને વારંવાર કલ્પના થયાં જાય છે.

આ ટર્મના આરંભમાં મારાં વડ સાસુ મરી જવાથી મને મારા સસરાએ પાછો બોલાવ્યો. હું આવ્યો પણ મારા સસરાએ રીવાજ મુજબ મને ભાડાના પૈસા પણ ન આપતાં ફક્ત રૂ. ૩-૩ǀǀની પાઘડી બંધાવી. મેં પાઘડી પાછી આપી તે પરથી મારાં સાસુસસરાએ મને ઘણી ગાળો દીધી તથા હેરાન કર્યો એટલે બે દિવસમાં કંટાળીને હું પાછો જતો રહ્યો. આ વખતથી જ કાંઈક કંકાસના બીજ રોપાયાં. મને નડીયાદથી જતાં પહેલાં બાળાશંકરની મુલાકાત થઈ, પણ એમાં જણાયું કે એનો જીવ ખસી ગયો છે તથા એ અતિશય ગાંડપણની અવસ્થામાં છે. હું ઘણો દલગીર થયો ને એણે કહ્યું કે મારે મુંબઈ આવવું છે તો તે બાબત મેં એને સર્વ રીતે મદદ કરવા કબુલાત આપી. હું મુંબઈ ગયો તે પછી થોડે દિવસે બાળાશંકર પણ ત્યાં આવ્યો. એના પિતા વગેરેએ એની સંભાળ લેવાનું મને કહેલું હતું, પણ હું તો મારાથી બને તે એને માટે કરવું એવી મારી ફરજ સમજતો હતો. બાળાશંકરે ઘર રાખ્યું તેમાં હું પણ રહેતો, ને મારા ખાધાનું ખર્ચ એ ન જાણે એમ આપ્યાં જતો. માસ