પૃષ્ઠ:Atmavruttanta.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

એમ જણાવવામાં આવ્યું છે કે તેઓ દાદાના કાળથી જ અમારા અહિતમાં રાજી હતાં. મારું વય ઘણું નાનું તેવામાં મારા પિતાએ એક સગાને રૂ. ૧૫૦૦ ધીરેલા તે રૂપિયા તેણે ઘાલ્યા, ને તે ઘલાવવામાં અમારાં સર્વ સગાંએ તનમનથી મદદ કરી. તેમાં મારા એક સગા કાકાએ ને માની માશી તથા મામાના દીકરાઓએ તો ઘણી જ. આમ થવાથી ચારે તરફ વૈર વધી ગયું હતું. સગાંમાં આવી રીતે ઉઘાડું વૈર હતું. બ્રાહ્મણમાત્ર હું ભણીને નોકરી કરતો થયો તેથી તેજોદ્વેષમાં બળી રહ્યા હતા, ને ગૃહસ્થોમાં પણ ઘણાને હું જેવા બ્રાહ્મણના આવા નજીવા અભ્યુદયની વાત પણ પસંદ ન હતી. નાતના સંબંધમાં આ પ્રમાણે વ્યવસ્થા હતી. હું ગામમાં નોકરી પર આવ્યો તે વખતે આ સર્વમાંના કોઈ કોઈ લોક જ ખુલ્લું વૈર કરતા તે ઠંડા પડી ગયા ને સર્વે ગુપ્ત વૈરી બની રહ્યા. આ સંખ્યામાં તો આજે દશવીશ ઘણો ઉમેરો છે, પણ સઘળું ગુપ્ત છે. મારા મિત્રમંડળ સંબંધે હું મોહનલાલ ને ચતુરભાઈ ત્રણ વારંવાર મળતા ને અમારો સ્નેહ ચાલ્યાં જતો. યોગ એવો બનેલો કે ચતુરભાઈ સ્કૂલમાં મારા હાથ નીચે ભણતા છતાં સ્નેહમાં કાંઈ વ્યગ્રતા થઈ નહિ. બાળાશંકર મેટ્રીક્યુલેશનમાં પાસ થઈ અમદાવાદ કોલેજમાં ભણવા રહેતો ને ત્યાંથી પણ નિષ્ફલ વખત ગુમાવી દુર્વ્યસન માત્ર શીખી નાની નાની નોકરીઓ કરતો. સાંભળ્યા પ્રમાણે ને વારંવાર પ્રત્યક્ષ જોયા પ્રમાણે દારૂ, ગાંજો, તંબાકુ, ભાંગ વગેરે તમામ નીશાની જણશોમાં તે રાતદિવસ બેભાન રહેતો; વ્રજ તથા ફારસીનો સારો અભ્યાસ કરેલો હતો. કવિતાનો ઉત્તમ હાથ બેઠો હતો ને ગાવા બજાવવામાં સારી ઉસ્તાદી મેળવી હતી. એટલે તે સર્વમાંથી મન શોખમાં પડ્યું. તે માણસ કેવળ અવ્યવસ્થિત ચિત્તનો તથા તરંગી હોવાથી જેમ ધ્યાનમાં આવે તેમ કરવા લાગ્યો. રંડીબાજીની પણ સીમા રહી નહિ. પગાર મળતો તે ઉપરાંત આવાં કામમાં સર્વ મળી ૪-૫ હજાર રૂપિયા દેવા કર્યાની વાત અમને ખબર પડી છે. આમ થવાથી એને ને અમારે બોલવા ચાલવા માત્રની મૈત્રી રહી હતી તે પણ બંધ થઈ ગઈ; ને એક રીતે એક તરફ બાળાશંકર ને બીજી તરફ હું, મોહનલાલ ને ચતુરભાઈ એ વચ્ચેની મૈત્રીની કથા આ ઠેકાણે સમાપ્ત થઈ કહીએ તો ચાલે. આમ થવાથી મારા ને તેના ઘરનાં માણસો વચ્ચે પણ ઉંચાં મન થઈ ગયાં. ને એના પિતાથી તો મારી ઉન્નતિ ન ખમાઈ એટલું જ નહિ, પણ તેના મનમાં સખ્ત દ્વેષ પ્રદીપ્ત થયો. મારી સ્ત્રીના સંબંધમાં હતો તેવો રડાકુટો ચાલુ જ હતો. મારી માસીજી તથા માસાજીએ મને આગ્રહ કરી સાસરે જમવા આણ્યો, ને પાઘડી