પૃષ્ઠ:Atmavruttanta.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૩૭
 

ને હાલ પણ તે રૂઢ થયો છે કે તેમના જેવા ગરજમતલબી કોઈ હોતા નથી, તેઓ ભલે નર્મદાથી ઉત્તર ગુજરાતના લોકને કંજુસ, અભણ વગેરે કહે પણ, નર્મદાથી દક્ષિણ ગુજરાતના લોક સમાન મેલા દીલના ને સ્વાર્થી લોક આખા ગુજરાતમાં ભાગ્યે જ હશે – કાઠીઆવાડ એક મૂકીને વાત કરવાનું છે, કેમકે ત્યાંની હકીકત આગળ આવશે. રાંદેરનો એક માણસ તેને મેં રૂ. ૧૫) થી ધીમે ધીમે પ્રસંગે પ્રસંગે રૂ. ૩૦) સુધી ચઢાવ્યો, તથા તેનો ભાઈ ખાનગી શાળામાં હતો ત્યાંથી નીકળ્યો તે પછી મદદ કરી તેને શાળા સ્થપાવરાવી તથા વ્યવસ્થા કરી રૂ. ૪૦૦-૫૦૦ ગ્રાંટના કમાતી થાય તેવે દરજ્જે લાવી આપી પણ તે ઉભય પરિણામે મેં જે પરીક્ષા કરી છે તેમાં અપવાદ ગણવા યોગ્ય નીવડ્યા નથી.

મહેતાજીઓ વગેરેમાંના અનુભવની આ તો વાત છે; પણ મારા કામ પરત્વે આખા ખાતાવાળા મારી ધાક માનતા તથા નિયમમાં રહી કામ કર્યાં જતા તેમ મારા પર સ્નેહભાવ પણ ઠીક જણાવતા. ગુજરાતી કેળવણીની સ્થિતિ મુંબઈમાં ઘણી જ અધમ જોવામાં આવી. તેને સુધારવાં મેં વિવિધ પ્રયત્નો આદરેલા હતા પણ તેનું ફલ કાંઈ જાણવા જોગ આવ્યું નહિ. મારા અખ્ત્યાર પૈકીની વાતમાં તો મેં સુધારા કર્યાં, પણ જે જે વાત ઇન્સ્પેક્ટર યા ડાયરેક્ટરને મેં વારંવાર લખી જણાવી હશે તે પર તેમણે જરા પણ લક્ષ આપ્યું નથી; બલ્કે એકાદવાર મને ઠપકો આપેલો છે તે આગળ કહીશ.

પરીક્ષા લેવાની રૂઢિ જ મેં એવી રાખી હતી કે જેથી માસ્તરોને સારું શીખવવા ફરજ પડે. કોપી બુકોમાં સુધારો કરી નાંખ્યો હતો. તથા છોકરાનો અભ્યાસ માબાપને ખબર પડી મહેતાજીની અને તેની વચ્ચે સંબંધ થાય માટે માસિક સર્ટિફીકેટ બુકની યોજના પણ મેં દાખલ કરી હતી. એ ઉપરાંત માસ્તરોની શંકાનો નિર્ણય થાય માટે મેં તેમની એક મંડળી સ્થાપી હતી, તેનું નામ Teachers' Association હતું. એક મહેતાજી ઘણો જુનો હતો. ને admissionની ફી લેવાનો નિયમ ન છતાં લે છે, અને લઈ ખાઈ જાય છે એમ મને જાણ થવાથી તેને પકડ્યો. તેણે ઘણા કાલાવાલા કરવાથી ને તે જુનો ૩૦ વર્ષ કરતાં વિશેષ મુદતનો નોકર હોવાથી મેં તેને સીક સર્ટિફીકેટ લાવી પેન્શન લેવા કહ્યું. પણ તે દરમીયાન તેણે મને રૂ. ૧૦૦૦) લાંચ આપવાનું કહેવડાવ્યાથી મેં એ વાત સાંભળી તે જ રોજ તેના વિષે તમામ હકીકત મારા ઉપરીને લખી તેને બરતરફ કરાવ્યો.

મારા ઉપરીઓની પણ મારા પર મહેરબાની રહેતી; પણ ડાયરેક્ટર