જડવાદ પ્રમાણે બને નહિ; ને બને એમ હોય તો તેમણે ચૈતન્યવાદ માનવો જોઈએ.
(૨) માણસનામાં જડથી અતિરિક્ત કોઈ શક્તિ છે. ને તેને ખીલવવાનું પરિણામ પ્રસિદ્ધ યોગશાસ્ત્ર તથા સમાધિ વગેરે છે. માણસની 'ઈચ્છા' ને 'નિશ્ચય' બે જ ઈશ્વરતુલ્ય તેને કરી મુકવા સમર્થ છે.
(૩) મોક્ષ પામવાની ઇચ્છા તે જ ધર્મ; ને મોક્ષ તે માણસના સનાતન જીવિતમાં પરમાનંદની પરાકાષ્ઠા; પણ જીવિતનો જડભાગ તપાસ્યાથી તે મળવાની નહિ. તેનો ચૈતન્ય અંશ વિશેષે અવલોકાવો જોઈએ. માટે હિંદુધર્મશાસ્ત્રો ને દર્શનોનો નિર્ણય તે જ મનન કરવા ને પાળવા યોગ્ય છે; પણ તે સંસારવ્યવસ્થા ધર્મવ્યવસ્થા લક્ષમાં રાખી રચાવો જોઈએ.
N. B. આ મેસ્મેરીઝમ સંબંધે એટલું કહેવાનું રહી ગયું છે કે તેને લગતી Phrenologyની વિદ્યા છે તે પણ અજમાવી મેં તેનો પાકો નિર્ણય કર્યો હતો.
આવા આવા સિદ્ધાન્તો ઘણા કાળથી ચાલતા હતા તે આ લેખે રૂઢ થયા એ માટે પણ એક સંસ્કાર જ માનું છું, કેમકે તે વેળે આ સર્વ વાતનું મારી સાથે રહી અવલોકન કરનાર તથા phenomenaને જોનાર ને માનનાર મારા મિત્ર મોહનલાલને કંઈ વધારે વિચાર જ ઉદય પામ્યો નથી. મને યોગશાસ્ત્ર ભણવાનો પણ શોખ વધ્યો ને સમાધિ પર્યંતના નિશ્ચય મેસ્મેરીઝમ દ્વારા કાઢવાને મેં નિશ્ચય કરી એકાંતમાં ચતુરભાઈને લઈ અભ્યાસ અજમાયસ કરવા ધાર્યા. પણ ચતુરભાઈને મેસ્મેરીઝમ ચઢાવતાની જ સાથે વિલક્ષણ અવસ્થાઓ થવા લાગી. તે કોઈ ભૂત પ્રેત કે મહાત્મા સાથે વાતો કરતા હોય તેમ કરવા લાગ્યા. તેને પુછી પુછીને મારા પ્રશ્નોના જવાબ દેવા લાગ્યા તેમાં માનું, નહિ માનું નહિ કહું વગેરે આડાઈ પણ થવા લાગી કે આખર "ઓરે ! મને ખાઈ જશે હાય હાય જગાડો" એવી બુમો મારવા માંડી ને છેક મને જેમ મારી નાંખવા આવતા હોય તેમ સામા થવા માંડયું. એકવાર મેં એમ કહ્યું કે જેની સાથે તમે વાતચીત કરો છો તે મને પ્રત્યક્ષ દર્શન આપે એમ કહો, તો તેમાં તેનો મિજાજ ઘણી બગડ્યો. મેં વળી કહ્યું: એમ નહિ તો બજારમાંથી એક ફળ અહીં બેઠાં તેની પાસે મગાવી આપો. તેણે કહ્યું ફળ મગાવી આપવા જેટલા તમે લાયક નથી. મેં પૂછ્યું, લાયક ક્યારે થઈશ તે પર જીગર થતાં તેણે ક્રોધમાં બહુ તોફાન કર્યું ને હું ગભરાયો. આ બનાવ પછી મેં મેસ્મેરીઝમ કરવું બંધ રાખ્યું. વિશેષ અભ્યાસ કરવા