પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૬૩
 

કવિતા તેને લખીને સમજાવી. તેણે તેની હંમેશની રીતિ પ્રમાણે વળી સોગન શપથ વડે મારૂં દિલ હાથ કર્યું ને તેના મુખની છબીનું ધ્યાન ધરતા અમે ભાવનગર ગયા.

આ સંબંધે નિંદા થઈ તો ભલે, આ સંબંધે આબરૂ ગઈ તો ભલે, પણ એ સંબંધ મનમાં મુખ્ય રહેવાથી જ બીજા તેવા સંબંધ અથવા સાધારણ વિષયવાસનાના સંબંધ પણ મુંબઈ જેવા સુલભ પ્રસંગવાળા ગામમાં પણ બન્યા નહિ. પ્રિય વાંચનાર ! શું આ વાત જ નથી બતાવતી કે મનગમતી સ્ત્રી જો કોઈને પણ મળી હોય તો તે કદાપિ લંપટ વ્યભિચારી વ્યસની ન જ બને ! અરે ! તેના જીવિતમાં કોઈ અપ્રતિમ આનંદ આવે, તેની નસોમાં કોઈ નવું લોહી વહે – કેમકે કોઈ મારે માટે જ જીવ આપી રહ્યું છે, ને હું તેને માટે આપી રહ્યો છું એ જ્ઞાન, એ ભાન કેવું છે! પરમાનંદ પરમાનંદ ને પરમાનંદ !! અસ્તુ. મનને અનુકૂલ નહિ એટલું જ નહિ, પણ મનને પ્રતિકૂલ તથા કેવલ વિઘ્નસંતોષી સ્ત્રી મળવાને લીધે મારૂં પ્રેમમય દિલ સંસારમાં બેચાર સ્થલે આવા હીંચકા ખાતું માલુમ પડે તો તેમાં હું કાંઈ દોષ દેખતો નથી. પણ વાંચનાર! તું તેમ ન માને તો દોષ માનીને પણ જરૂર મને ક્ષમા કરશે જ!

આગળ... નું નામ લખેલું છે તેની સ્ત્રી પાસે હું ઘણીવાર બેશી રહેતો. પણ તેમાં આવો કાંઈ સંબંધ ન હતો. માત્ર પુરૂષે પુરૂષને ઉત્તમમાં ઉત્તમ સ્નેહ હોય તેવી મમતા ઉભય તરફ હતી. તેની નાની દીકરી મારા પર ઘણો સ્નેહ રાખતી ને મારે ઘેર આવતી. તેની સાથે કાંઈક તેવો સંબંધ થયો હતો અને તેને એકાદવાર વાપરી પણ હતી. આ સિવાય હું મારા ભાઈને જનોઈ દેવા નડીયાદ આવ્યો હતો ત્યાં એક ભરૂચની ખત્રેણ મળી. તે નિશાળમાં મહેતી હતી ને નોકરી લેવાને પ્રસંગે મારી પાસે આવી. મેં તેની ચાલચલગતની તપાસ કરવા પરથી તેને નોકરી નહિ આપી શકાય એમ જણાવેલું હતું. છતાં તેણે ધીમે ધીમે મને પોતાની સાથે એકબે વાર કુકર્મ કરાવ્યું. આ સંબંધમાંથી મને માલુમ પડ્યું કે તે ગોકળદાસ કહાનદાસ પારેખની હંમેશની રાખેલી છે કેમકે તેણે મને ફસાવવા માટે ગોકળદાસના હાથના પત્રો બતાવ્યા હતા. પણ મારો ને તેનો સંબંધ રહ્યો નહિ. એ સિવાય મારી માસીજી જોડે પણ એકાદ વાર મળવું થયું. તે ઘણી વ્યભિચારિણી હતી. હું એકવાર તેને ઘેર જમવા ગયો હતો ત્યાં તેણે બારણાં અડકાવી, મારા પર બળાત્કાર કરવા માંડ્યો. મેં તેનો તિરસ્કાર સહજમાં કર્યો હોત કેમકે હું તેને બહુ જ નઠારી, ચાલની જાણતો હતો, પણ મને એમ વિચાર આવ્યો કે હું મારી સ્ત્રીને રાખતો