પૃષ્ઠ:Atmavruttanta.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૭૩
 

ત્યાં સુધી ઘણો સ્નેહ બતાવે છે. વિદ્યાનો પ્રચાર પણ એ દેશમાં ઘણો કમતી છે તેથી તે સંબંધી ગુણગ્રાહકતા પણ ત્યાં ક્યાંથી હોય ! આ પ્રમાણે કેવલ પ્રેમ, કે ગુણથી તો પાકો સ્નેહ બંધાવાની આશા નહિ, પણ જેના હાથમાં કાંઈ સત્તા હોય તેના ભયથી લોક તેનો સ્નેહ કરે અર્થાત્ તે સત્તા રહેતા સુધી બતાવે ખરા. મારે ઓળખાણ પીછાન ધીમે ધીમે થયાં, પણ તેમાં કોઈની સાથે મારે પ્રીતિ થઈ એમ હું કહી શકતો નથી. છતાં કારભારી મંડલમાં તેમ જ ગામના સાધારણ લોકોમાં મારા પર સર્વની મમતા સારી હતી અને સર્વે મારી મરજી રાખવા પ્રીતિ બતાવતા. મેં પણ એવો દઢ નિયમ રાખ્યો કે કોલેજના કામ વિના બીજા કામ તરફ ઊંચી નજરે જોવું પણ નહિ, ફક્ત મારા જ ઘરમાં બેસી રહેવું ને કામ પ્રસંગે કોઈ બોલાવે તો તેટલી જ વાર જઈને પાછા આવવું. આમ થવાથી સર્વનો મારા પર સ્નેહ વધ્યો અને સર્વે લોકો મારા તરફ માનમર્યાદાથી જ વર્તવા લાગ્યા. આવી રીતે મારો કાલ તો સારા આનંદમાં જતો, ને મારે કાંઈક સારો પરિચય મુખ્ય દીવાનના ભાઈ લલુભાઈ સાથે થયો હતો. આખા કારભારી મંડળમાં કાંઈક વિદ્યા, ગુણગ્રાહિતા ને હોશીઆરી આ માણસમાં જણાતી હતી. પણ તે સ્વભાવે ઊંડો હતો અને તેનામાં મુખ્ય ખામી moral courageની હતી. એ સિવાય મારી કોલેજના પ્રોફેસરમાં જમસેદજી તથા ફરદૂનજીની પણ સારી મુલાકાત હતી. ધીમે ધીમે નાગર વર્ગમાં સાકરલાલ સવાઈલાલ મને સાદો તથા ઉપકારી માણસ જણાવાથી તેનો પણ મને સ્નેહ હતો ને (એક બ્રાહ્મણ) એ બે મારા સ્નેહી હોઈ નિરંતર મારે ઘેર બેસવાવાળા તથા વેદાંત વગેરે ગંમત કરનારામાં હતા. મારા ઉપર સર્વેની સારી મમતા હતી એની ખાત્રી મને ૧૮૮૭ના જાનેવારીના મહામંદવાડ વખતે થઈ. ગામના સર્વ લોક ને નાગરો વિશેષે કરી મારી ઘણી કાળજી રાખતા, ને મેં જે મારા ઓળખીતાનાં નામ ગણાવ્યાં તેમણે તો મારે માટે સગા ભાઈ કરતાં પણ વિશેષ શ્રમ ઉઠાવેલો છે. – કેશવરામે તો તેમાં હદ કરી હતી. મને છેક નડીયાદ પહોંચાડી ગયા, ને સ્કુલમાં રજા પડતાં, ભાવનગરથી ઘરનાં માણસોને સુરત રવાના કરી મુંબઈમાં ૨૦ દિવસ આવી મારી સેવામાં હાજર રહ્યા. આ સર્વનો ઉપકાર મારા પર મોહોટો થયો હતો. આવી રીતિના સંબંધ સિવાય બીજા કોઈ સંબંધ ભાવનગરમાં થયા નથી.

બહારગામ મારા જે જે મિત્રો હતા તેમની પરીક્ષાઓ થવાના પ્રસંગ મારા મંદવાડને લીધે ઘણા આવતા. હું એકવાર મુંબઈ ગયો ત્યારે માંદો હતો તે, મોહનલાલ ત્યાં છે એમ સમજી ગયેલો છતાં મોહનલાલ જુજ જેવા