પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

ધ્યાનમાં આવ્યું ખરું. એનું વય ૨૦–૨૧ વર્ષનું હતું. એટલે તેને મારા પર ઘણો પ્રેમ છતાં, હું તે સ્વતંત્ર થયા પછી કેવો પ્રેમ રાખે છે તે જોયા વિના, એને મારો મિત્ર માનતો નહિ. પણ એના ને મારા સંબંધને દઢ કરનાર એક પ્રસંગ અત્રે નોંધી રાખ્યો છે; બાકી એ છોકરો મને વારંવાર પુછતો કે તમે મને આમને આમ ચહાશો તો પણ મેં એ જ જવાબ આપ્યાં કર્યો છે કે “તું સ્વતંત્ર થયા પછી તારી જેવી શ્રદ્ધા હશે તે પ્રમાણે બનશે.” આનાં શ્રદ્ધા ને પ્રેમ અનન્ય હતાં; પણ જેમ સર્વની વાત ૧૮૮૭ સુધી લંબાવીને કહી છે તેમ એની પણ કહીએ તો ૧૮૮૭ના મે મહીનામાં એનામાં પણ કોણ જાણે શા કારણથી ઘણી શિથિલતા ને બેદરકારી જણાવા માંડી. આથી મેં મારૂં [?]*[૧] નીવારી [?] તેની સાથે ઉપરઉપરનો સંબંધ ઠરાવ્યો.

આ સિવાય મારૂં બાકીનું મિત્રમંડળ હતું તેમ જ હતું. મારાં ઓળખાણોમાં જે હતાં તે તેમનાં તેમ જ હતાં. બલ્કે બીજાં હજારો ઉમેરાયાં હતાં. મારા મુરબી રા. મનસુખરામભાઈને ને મારો કાંઈક ગેરસમજ થયાની વાત મારા જાણવામાં આવી હતી તેનો ખુલાસો થતાં તેમની મમતા જેવી હતી તેવી ને તેવી જ મારા પર કાયમ રહી.

હવે મારા કુટુંબની વ્યવસ્થા વિષે બોલીએ. પ્રથમ મારી સ્ત્રી વિષે. તેને હું ભાવનગર ગયા પછી એકબે વાર ભાવનગર લઈ ગયો હતો. પણ તેનો તેના બાપને ઘેર જ રહેવાનો નિર્ણય નરમ પડ્યો ન હતો. જેમ વાર (? વારંવાર)* કરતી તેમ તેણે એકવાર હું નડીયાદ આવ્યો કે તરત નાસી જવું ધાર્યું ને બીજે ત્રીજે જ દિવસે છાની નાસી ગઈ. આવું વારંવાર બનવાથી એ સ્ત્રી હવે રાખવી નહિ એવો નિર્ણય કર્યો હતો, પણ મારા કેટલાક મિત્રોના વચ્ચે પડવાથી વળી મેં તેને ભાવનગર આવવા દીધી. ત્યાં આવી તેણે પુરો એક માસ અમને હેરાન હેરાન કર્યા અને જો મેં સાવચેતી ન વાપરી હોત તો આખા ગામમાં પણ અમને ફજેત ફજેત કરી બારૂ [? આબરૂ]માં ધૂળ મેળવત. તેણે ભાવનગર એક માસ પર્યત મારા ઘરમાં ભૂત છે એવું સાબીત થાય તેવા રોટલા સંતાડવા, કપડાં ફાડવાં, બગાડવું, અકસ્માત દીવા કરવા ને નરકની ડગલીઓ [? ઢગલીઓ] કરવા સુધીના ચમત્કારો કર્યાં કર્યા. મારું મન આ સર્વથી ડગ્યું નહિ ને મેં પરિણામે એ વાતમાંનો એકાદ બનાવ બનાવતાં તેને હાથોહાથ પકડી આપી. અમે તો કેવળ કંટાળો ખાઈ તેને ન ઠપકો દીધો કે ન મારી કે કાંઈ કર્યું નહિ. પણ વાત ખાઈ ગયાં. નડીઆદ આવી જાતરાએ


  1. * મૂળ લખાણ અસ્પષ્ટ છે. –સં