લખાણ પર જાઓ

પૃષ્ઠ:Atmavruttanta.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અધ્યાપક
૮૩
 


દૈવયોગે કાંઈ બન્યું નથી. વળી તે ન જણાવા લાગી તો આપણે પણ ક્યાં દરકાર હતી! આમ થઈ ગયું, મન ઘણી રીતે મુકામ પર આવી ગયું. પણ હવે કેવળ વિષયવાસના તૃપ્ત કરવા માટે કદાપિ કદાપિ મન આકુલ થતું. તેનો પણ ઈશ્વર કબજે કરવાનો વખત આણશે.

આ બધા વખતમાં શરીરે હું બહુ હેરાન હતો. મુંબઈ મુકી ભાવનગર ગયા પછી ત્રણ માસની અંદર નાકમાં છોડ બાઝવાનો વ્યાધિ શરૂ થયો તે કાયમ જ રહ્યો ને મુંબઈના દાક્તરો તથા બીજા નવાનગર સુધીના પ્રખ્યાત વૈદ્યોના ઉપાય કરતાં પણ શમ્યો નહિ. પરિણામ એ થયું કે ૧૮૮૬ના મે, જુન માસમાં નાકની વચ્ચેનો પડદો ખવાઈને ચોખો થઈ ગયો તથા, નાક વચમાંથી બેશી ગયું.અહીંયાં પણ વળી એક ચમત્કારિક વાત કહું. મારી પાસે બે દોરાચીઠ્ઠીનાં માદળીયાં હતાં. બન્ને મારા શરીરરક્ષણ તથા ઉન્નતિ માટેનાં હતાં ને તેના કરનારાઓએ વગર માગ્યે 93ઉમંગમાં કરેલાં હતાં ને તેના કહ્યા મુજબ આજ સુધી બન્યું હતું. આમાંનું એક જે જુનું હતું તે એક વાર કદાપિ હાથ ન આવે તેમ ખોવાયું છતાં જડ્યું હતું. આ વખતે રેલવેની ગાડીમાં ભાવનગર જતાં તે બન્ને જુન મહીનામાં ખોવાયાં ને ભાવનગર પહોંચતાં મને તે વાત માલુમ પડી. આ બનાવ પછી મારું નાક બેશી ગયું. તે પછી વળી અક્ટોબર ડીસેંબરમાં એમ થયું કે નાકમાંનાં ત્રણ ગળામાં ઉતર્યા ને બોલાતું બંધ થયું. ઔષધોપચારમાં તે જરા નરમ થતાં હું ૧૮૮૭ના જાનેવારીમાં ભાવનગર ગયો. પણ આ વખતે ગળામાં કેવળ ખદખદાટ જ થઈ આવ્યો. વચમાંનો કાકડો તુટી પડ્યો ને તેની પાસેનો તાળવાનો થોડો ભાગ પણ ખવાઈ ગયો. ખવાય પણ નહિ, ને બોલાય પણ નહિ. લગભગ દસ દિવસના અપવાસ થયા. તાવ પર તાવ લાગુ થયો. સર્વેએ આશા મુકી કેવળ આખર ઘડી માટે મને મારા સ્વદેશ નડીયાદમાં પહોચાડ્યો. ભાવનગરના લોકોએ તથા ત્યાંના મારા મિત્રો અનંતરાય, લલ્લુભાઈ, સાકરલાલ, દુલેરાય, કેશવરામ વગેરેએ મારી બરદાસ્ત ઘણી અચ્છી કર્યાનું મેં આગળ લખ્યું છે જ. કેશવરામ મને નડીયાદ પહોંચાડી ગયા. મારાં માતુશ્રી સાથે હતાં. તેમની તો આંખ પણ સુકાતી નહિ. આટલું છતાં મેં કદાપિ અરે કે ઉં કર્યું નથી, ને જાતે હીમત રાખી સર્વને હીમત આપવામાં પાછો પડ્યો નથી. નડીયાદ આવી વળી હીમત પકડીને મારાં માતુશ્રી તથા ભાઈને લઈ મુંબઈ ગયો. આ વેળે નડીયાદના મારા મિત્રોની વર્તણુંક પણ મેં આગળ આપેલી છે. મુંબઈમાં મારાં માતુશ્રી, મોહનલાલ તથા પરોપકારી દલાભાઈ ને પાછળથી કેશવરામ ૨૦ દિવસ રહેવા આવી પહોચ્યા તે મારી ચાકરી કરતાં ને એટલાં