પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

હતો, તેનું દુઃખ તેમણે મારા પર જેટલો ગુસ્સો કરાય તેટલો કરવામાં ને હેરાન કરવામાં કાઢ્યું. ભીખારી જેવી સ્થિતિમાંથી એકદમ હુકુમત પર આવી બેસનારા પોતાની સત્તા વિષે કેવા વિચારો ધરાવે છે, ને કેવી રીતે વાપરે છે તેનો મને આબેહુબ દાખલો જણાયો – બાકી હુકુમત તો મેં પણ ચાર વર્ષ લગી આશરે ૧૦૦-૨૦૦ માણસો પર સ્વતંત્ર રીતે ચલાવેલી હતી. સાહેબે મને ઘણા અપમાનભરેલા શબ્દોથી તથા મને ધમકી આપીને મારી અરજીનું રૂપ બદલવા કહ્યું, તથા દીવાન સાહેબને મેં શા માટે પત્ર લખ્યો તે વાત વારંવાર મારા તરફ સૂચવ્યાં કરી. તેની ઈચ્છા અરજીમાં એટલું જ લખવાની હતી કે "હું માંદો છું માટે રજા આપો.” મારે તો એકબે માસનું જ કામ હતું છતાં, સાહેબે કહ્યું કે સારો માણસ એટલી મુદત માટે ન આવે ત્યારે મેં તેના કહ્યા પ્રમાણે પાંચ માસ સીકની રજા માગી. અરજીનું રૂપ બદલવા જેમ તેણે ઘણો આગ્રહ કરવા માંડ્યો ને બળાત્કાર તથા અપમાન વાપરવા માંડ્યું ને દીવાન સાહેબના હુકમને સંભારવા માંડ્યો તેમ મને નિશ્ચય થયો કે એની ઇચ્છા મારી અરજી પર એવો સેરો કરવાની છે કે “આ માણસ માંદો જ છે, એના લખવાથી તમે મને માણસ લાવવાની ના કહી પણ તે વાત ગેરવાજબી છે. એ જુઠો માણસ છે.” ને તે સેરો મારી અરજીના હાલના રૂપને લીધે બની શકે તેમ નથી. આ બાબત બહુ જ તકરાર થઈ, મેં મારો મિજાજ જરા પણ ખોયો નહિ છતાં તેના કહેવા મુજબ કાંઈ કરી ન આપ્યું. પરિણામે બોર્ડ સમક્ષ માટે અરજી કરવી પડી – રજા માટે, અપમાન માટે, સર્વ માટે, કેમકે સાહેબે મારી રજાની અરજી મોકલી આપવા ના પાડી. બોર્ડના સેક્રેટરી મને મળ્યા, સાહેબને મળ્યા, તથા જેમ તેમ કરી સમાધાન આપ્યું. મેં અરજી એવી લખી કે સાથે રજુ કરેલા (દંતવૈદ્યવાળા) સર્ટિફિકેટને આધારે મારે પાંચ માસ રજા અર્ધે પગારે જોઈએ છીએ – પણ આવું લખતાં મારી શરત હતી કે સાહેબે નીચે કાંઈ ન લખવું. ફક્ત એટલું જ કે, “forwarded for consideration' તે પ્રમાણે લખવું. મારા અપમાન બાબત મેં અરજી પાછી ખેંચવા ના પાડી ત્યારે સેક્રેટરીએ આગ્રહથી પાછી આપી અને મારી રૂબરૂ સાહેબને ઘણું કહ્યું. તેણે એવી મતલબનું કહ્યું “Mr. Gunion, you mut know Mr. Manilal was much insulted by you or he wd (=would] not have a word against you. He is an honest man, above all tricks. He is respected by all students, the whole town & he is a very good scholar in our Gujarat.”