પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨. નડિયાદના મિત્રો
તા. ૨૬-૧-૮૮
ભાવનગર
 

હું મુંબઈ જઈ મારા મિત્ર નાનાસાહેબના ઘરમાં લગભગ ત્રણ માસ રહ્યો અને દાક્તરે રૂ. ૪OO લઈ મને કૃત્રિમ તાલુ બનાવી આપ્યું જેથી મારા બોલવાના વ્યવહારની અડચણ દૂર થઈ. આ વ્યવસ્થા થયા પછી હું એક માસ નડીયાદ ગયો. અને યુનિવર્સિટીની પ્રીવીઅસ, ફર્સ્ટ બી.એ. અને બી. એ. માં સંસ્કૃત પરીક્ષક ઠરેલો હોવાથી પાછો મુંબઈ જઈ એક માસ એ જ મિત્રને ઘેર રહ્યો. આ કામથી ઘેર આવ્યા પછી મેં મારી નાણાં સંબંધી સ્થિતિ તપાસી. તેમ કરવામાં પ્રયોજન એ હતું કે મારે સ્વતંત્ર નામે કોઈ રકમ જમા થઈ ન હતી એ હું બધું મારા બાપને આપ્યાં જતો હતો તે કાંઈ તારણ બતાવતા નહિ. મને નોકરી કરતાં સાડા છ વર્ષ થયાં તે દરમીઆન મેં રૂ. ૫OOC) રોકડા મારા પિતાને આપેલા હતા, તેમાંથી નવું ઘર બંધાયેલું છે તથા જુનાને અગાશી વગેરે થયાં છે. તે સિવાય રૂ. ૬૦૦નો દસ્તાવેજ ડભાણના કણબીનો ગયે વર્ષે જ મેં મારા નામનો રૂપીઆ આપી લખાવ્યો છે. વળી રૂ. ૩૭૫નાં 100સોનાનાં સાંકળાં મારા છોકરા ઓછવને માટે મેં કરાવી આણ્યાં. આ બધા રૂપીઆ કંપની જાણવા. હાલ જે સીલક મારી પાસે આ સિવાય પરીક્ષા વગેરેથી ભેગી થયેલી તે મેળવી થોડા રૂપીઆ મારા મિત્ર સાંકળચંદ પાસેથી ઉછીના લઈ કેરીઆવીવાળા સાંકળાભાઈને મેં મારા નામનો દસ્તાવેજ કરી રૂ. ૪૦OO) બાબાશાહી સાડા સાત આનાને વ્યાજે જમીન લખાવી લઈ ધીર્યા. આમ વિચાર કરતાં મેં લગભગ રૂ. ૯000) આજ સુધીમાં બચાવ્યા એ જોઈ મને સંતોષ થયો.

મારી પ્રકૃતિ સામાન્ય રહેતી. મોં અણાવવાનો વિચાર હતો, પણ અનુકુળતા આવી નહિ. તે વિચારથી માસ ૧ રજા વધારાવી હતી તે પણ નડીયાદમાં ગાળી. મારા કુટુંબવ્યવહારમાં મારી સ્ત્રી નાસી ગઈ હતી એ મેં