પૃષ્ઠ:Baiju Bahavaro.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૦ : બૈજુ બહાવરો મુગ્ધ બની ગઈ છે. ભીમદેવ નૃત્ય નિહાળી રહ્યો છે. આટલું નૃત્ય પૂર્ણ થતાં આગળ શબ્દોચ્ચાર કરે છે.] હલકત હસ્ત, પદાવલી ઉદ્ધત, અ'ગુલી તેજલ અગ્નિશિખા ડાક ડમરૂ અરૂ તાલ શિગી, ભડ ભૈરવ નંદી બટુક ધબયા; શેષ ચળે, નભ સ્વર્ગ હાલે, પૃથિવી પડ ડોલી ઊઠયાં ચમકી, શિવ નૃત્ય કરે, ધધકાર અહા, મહાજીવન મૃત્યુની જાગી ઝડી. [ એ જ શબ્દોચ્ચાર સૂચક કૃત્ય બકુલા કરે છે, અને સભા છક બની રહે છે. નૃત્ય સહેજ અટકે છે.] ૧ ગૃહસ્થ : વાહ... અદ્દભુત ! ૨ ગૃહસ્થ : એની માતાથી સવાયું સુંદર નૃત્ય, નહિ ? ૧ પંડિત : ભારતભરમાં આ નૃત્યને જોટો નથી. ૨ પ ડિત : બકુલા મહા ચતુર શાસ્ત્રાભ્યાસની છે. કાવ્યશાસ્ત્ર મેં એને શીખવેલું. ૧ સન્નારી : બકુલાનું પહેલું જ રાજયનૃત્ય...આપણી રાજ્યરૂઢિ પણ કેવી સારી...પ્રભુને અર્પણ થયા પછી જ રાજભોગ. ૨ સન્નારી : મારી તો આંખ પણ પલક પાડતી ન હતી. કેવી ગૌરી સરખી દીપે છે બકુલા !...નૃત્ય ન હોય તો જીવન સૂ ; રણ બની જાય, નહિ ? બકુલા : મહારાજ ! અજ્ઞા. ભીમદેવ : બકુલા ! એકલા શિવ ન શોભે...જોકે શિવને તે પ્રત્યક્ષ અહીં ઉતાર્યા ... પાર્વતીનું પણ આવાન કર...વાહ... અજોડ નૃત્ય. બકુલા : ગુજ" રેશ્વરની જેની આજ્ઞા... આ રહ્યાં પાર્વતી. [ પાર્વતીનાં લાયના તાડા બાલે છે. ]