પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિંગલક બોલ્યો:-જવાદો એ બધી વાત. શિયાળ કેવાં લુચ્ચાં હોય છે, તે મ્હારાથી અજાણ્યું નથી. તેઓ બધું પેાતાની મતલબથીજ કરે છે. પણ કહેા, તમારે જે કહેવુ હોયતે. હું ખુશીથી સાંભળીશ.

શિયાળે જણાવ્યું:“ એક નવું જનાવર આવ્યું છે જંગલમાં. કહેા તો ઓળખાણ કરાવું એની સાથે.”

“ના,ના ! અહિં ના લાવશેા એને.” સિંહે જવાબ દીધો.

શિયાળે કહ્યું: “એની તો આપના મિત્ર થવાની ઈચ્છા છે. કહો તો આપની પાસે લઇ આવું.”

રાજા બોલ્યો: “એમ હોય તો ભલે લઈ આવજો. પણ એ જો જબરૂં અને ઝનુની જાનવર હોય તો મ્હારે કામ નથી એનું. એ બહુ ભયંકર ગર્જના કરે છે. એની ગર્જનાથી તે આજે હું થથરી ઉઠયો.. ખરેખર મ્હને સખ્ત બ્હીક લાગી હતી,”

શિયાળે જવાબ દીધો:-“અરે રાજાસાહેબ ! એકલા અવાજથી શું કામ ડરવુ જોઈએ ? તેનાથી શી ઈજા થવાની હતી ? સમજુ લોકો કેવળ શબ્દથીજ ડરી જતા નથી. શિયાળની વાત તો આપે સાંભળી હશે. તે પણ અવાજ સાંભળીને આમજ ગભરાઈ ગયો હતો.”

પિંગલક બોલ્યો:- “ભાઇ ! એ વળી કેવી વાત છે”

શિયાળે આ પ્રમાણે વાર્તા કહી સંભળાવી:-

શિયાળ અને નગારૂં.

એક વખત એક શિયાળ વનમાં આમતેમ ઘુમ્યાં કરતું હતું. તે ઘણું ભૂખ્યું થયું હતું. આખરે સાંજ પડી, ત્યારે