તે ઉપરથી શિયાળ સંજીવકને પિંગલકની પાસે લઈ આવ્યેા. પિગલકને તેનો સ્વભાવ ઘણોજ ગમી ગયો, અને જોતજોતામાં તે એનો માનીતો મિત્ર થઇ પડયો. બન્ને જણા હળીમળીને સાથે રહેવા લાગ્યા.
શિયાળે સંજીવકનું મોત શી રીતે નીપજાવ્યું. તે વિષે:--શિયાળ હવે પિગલકનો વિશ્વાસપાત્ર મિત્ર થઇ પડયો હતો. એથી તે મનમાં ને મનમાં મલકાતો અને હરખથી ફુલાઈ જતો. એક દિવસ તેણે પોતાના ભાઈને કહ્યું-“ભાઈ ! આ વનના રાજા પિગલક સિહની સાથે મ્હારે દોસ્તી થઇ છે.”
એ દોસ્તી વળી કેમ કરતાં થઈ ?” એના ભાઈએ પૂછ્યું.
શિયાળે જવાબ આપ્યો:- “હું પેલા નવા બળદ સંજીવક–ને એની પાસે લઈ ગયો હતો. એ બન્ને જણા જીવજાન દોસ્ત થયા છે; અને ત્યારથી પિંગલકના મ્હારા ઉપર ચારે હાથ છે.”
દિવસે દિવસે પિગલક અને સંજીવકની મિત્રતા વધતી ગઈ. દિવસના સંજીવક બહાર જઈને મન માન્યું ઘાસ ચરતો. સાંજરે તે પાછો ઘેર આવતોં, ત્યારે પિગલક શિકાર કરવા જતો તેઓ સ્હવારે અને સાંજરે એક બીજાને મળતા અને મોજ કરતા.
એ બન્નેનું આવું સુખ શિયાળથી ખમાયું નહિ. એમનો નિર્દોષ માનદ એની આંખ્યોમાં ખુંચવા લાગ્યો, તેથી એક દિવસ એણે પોતાના ભાઈને કહ્યું:–“પિંગલક અને સંજીવકના રંગમાં ભંગ પડાવવો જોઇએ. એના જેવો