પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માતાએ જવાબ દીધો:-“મ્હને ખબર નથી. પણ બેટા ! જવાદે એ માથાફોડ. એ આપણો ધંધો નથી. કઠીયારો આવે, ત્યારે નીરાંતે જોજે કે એ ખીલાનું શું કરે છે. સમજુ વાંદરા એવા અજાણ્યા કામમાં માથું મારે નહિ.”

તેમ છતાં બચ્ચાંએ માતાની શિખામણ ગણકારી નહિ. એ તેા ખાસી રીતે ખીલા સંગાથે ખેલવા લાગ્યું. ખીલાને જેવો તેણે ખેંચી કાઢયો કે તરતજ ઝાડ બંધ થઈ ગયું, અને તેની સાથે પેલું વાંદરાનું બચ્ચું ચગદાઈને મરણ પામ્યું.

જે માણસ પારકા કામમાં માથુ મારે છે, તે પેલાં વાંદરાનાં બચ્ચાંની પેઠે નાશ પામે છે.

શિયાળ પેાતાના ભાઈને કહેવા લાગ્યો: વાંદરાનાં જેવી મૂર્ખાઇ હું નહિ કરૂં. મ્હારું પોતાનું રક્ષણ કેમ કરવું તે મને આવડે છે. પિગલકને હાથેજ હું સંજીવકનેા નાશ કરાવીશ.

પિંગલકે પેાતાના મિત્ર સંજીવકને શી રીતે મારી નાંખ્યો તે વિષે:-

લાગ જોઇને શિયાળ પિંગલકની પાસે જઇ પહેાંચ્યો. તે વખતે સંજીવક ત્યાં નહતો. પિંગલકને એકલો જોતાં વારને શિયાળ ખુશ ખુશ થઈ ગયો. ઝટ કરતો કે તે લાંબો છટ થઈને એને પગે લાગ્યા. પછી ઉભા થઈ બેઉ હાથ જોડીને નમ્રતાથી કહેવા લાગ્યો:- હે રાજા! આજ તમારા ઉપર મોટી આફત આવવાની છે. તેની ખબર મળતાં વારને આપને ચેતવવા સારૂ આવ્યો છું. આજ્ઞા હેાય,તો કહું”

“બેલાશક કહે,” સિહે જવાબ દીધો.