પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨

એ સાંભળીને સંજીવકના તો હોંસકોંસજ ઉડી ગયા, એને મૂર્ચ્છા આવી ગઇ. મૂર્છા વળી રહ્યા બાદ, તે બોલી ઉઠયો:—

“આંધળા આગળ આરસી શા કામની? તેથી શું તે દેખી શકશે? બ્હેરા આગળ શંખ ફુંકવાથી, શું તે સાંભળી શકશે? વાત શી કરો છો. પિગલક મ્હારો જીવ લેશે ! ખરેખર, એને આંખ અને કાન બન્નેનાં વાંધા જણાય છે. એ ભેરો તથા મુંગો! બની ગયો હોવો જોઇએ. હું એનો મિત્ર થાંઉછું અને તેની એને ખબર નથી !!”

ત્યારે શિયાળે કહ્યું;-પિંગલકના મ્હોડામાં શાકર છે, પણ એનું હૃદય ઝેરીલું છે. સમાલજે, સંજીવક ! સાવધ રહેજે, નહિ તો માર્યો જઈશ.”

સંજીવકે ઉંડો નિસાસો મૂકયો. પછી તે બોલ્યો:--“હું મરવાને રાજીછું; ચેતને હસતે ચહેરે ભેટીશ.”

પિંગલકની તને બ્હીક લાગે છે ?’ શિયાળે પૂછ્યું.

“ના, હું પિંગલકથી ડરતો નથી,” સંજીવકે જવાબ દીધો;

“પણ પિંગલક તો મ્હારો શત્રુ છે, એમ મ્હારાથી મનાય કેમ ? એને મ્હારો જીવ લેવો છે! હા, પણ કાંઈ કારણ ? કોઈ મતલબ ?’

લુચ્ચા શિયાળે કહ્યું: “એ જ્યારે ટટાર ઉભો રહીને પૂંછડી હલાવે, ત્યારે જાણવુ કે એ ગુસ્સામાં છે. તું ઘેર જાય ત્યારે તને જોતાં વારને. એ પ્રમાણે કરે, તો ત્હારે