પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩

ચેતી જવું કે એ હવે મ્હારો જીવ લેશે. ત્હને મરવું ગમે છે, સંજીવક ?”

સંજીવક બોલ્યા:–“ના, હું ઘણો સુખી છું; મ્હારે મરવું નથી.”

શિયાળ બોલ્યો:~ત્હારે જીવ બચાવવેા હોય,તો એકદમ તૂટી પડવુ’ એના ઉપર સિંહ જો પૂંછડી હલાવે, તો ત્હારે ત્હારાં શીંગડાં નમાવીને એના તરફ ધસી જવું.”

“હું નથી ધારતો કે એ મ્હને ઇજા કરે” સંજીવકે કહ્યુ.

“ચાલ જઈને ખાતરી કરૂ એકવાર” એમ કહીને તે શિયાળ પાસેથી એકદમ સિંહની ગુફા તરફ જવાને નીકળી પડયો.

સંજીવકને ગુફા આગળ આવેલો જોઇને પિંગલક ગભરાઈ ગયો; કેમકે શિયાળે એના મનમાં ઝેર રેડયું હતું. સંજીવકની વિરૂદ્ધ એના કાન ભંભેર્યા હતા. સિંહ વિચાર કરવા લાગ્યેા:–“હું નથી ધારતો કે એ મ્હને ઇજા કરે; છતાં હું સાવધ રહીશ” એમ ધારીને તે ટટાર થયો અને પૂંછડી હલાવવા લાગ્યો.

સંજીવકે એ દીઠું અને નિસાસો નાંખ્યો :- “અરેરે! શિયાળના શબ્દો સાચા ઠર્યા આખરે ! સિંહ જે એક વખત મ્હારો મિત્ર હતો, તે મ્હારો દુશ્મન બન્યો છે હવે. એને મ્હારો જીવ લેવો છે !” તેણે શીંગડાં નમાવ્યાં અને એકદમ ધસારો કર્યો સિંહના તરફ બહાદુરીથી લડતાં લડતાં તે મરણ પામ્યો.