લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪

આમ બન્ને જીગરજાન દોસ્તો લડી પડ્યા અને તેમાંનો એક માર્યો ગયો. કાચા કાનનુંજ એ બધું પરિણામ સમજવું. તેમણે ખોટી સલાહ આપનારની વાત ખરી માની.

સાર:–ડાહ્યા માણસોએ લુચ્ચાઓની વાત લક્ષમાં લેવી નહિ. સમજુ માણસો વિવેકી હોય છે. તે લડાવી મારનારા લુચ્ચા માણસોની ખોટી સલાહથી ઉશ્કેરાઈ જતા નથી, તેમજ અવળે રસ્તે દોરવાતા નથી.

૨. ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ.
(અક્કલ અડી કે ભેંસ ?)

કોઈ એક જંગલમાં કરાલકેસર નામનો એક સિંહ રહેતો હતો. તે એક દિવસ માંદો પડ્યો. ત્યારે તેણે પોતાના શિયાળ મન્ત્રીને આ પ્રમાણે કહ્યું:–“અરે ભાઈ ! આજે મ્હારાથી બહાર જઈ શકાય તેમ નથી, તું જઈને મ્હારે સારૂ કાંઇક ખોરાક તો લઈ આવ.”

તે ઉપરથી શિયાળ એને સારૂ શિકાર લઈ આવવાને નીકળી પડ્યો. રસ્તે જતાં તેને એક ગધેડો મળ્યો. તેણે ગધેડાને નમનતાઈથી કહ્યું:–“મામા ! નમસ્કાર ! ઘણે દહાડે નજરે પડ્યા. આવા દુબળા કેમ થઇ ગયા છો?”

ગધેડાએ જવાબ દીધો:–“ભાણીઆ ! શું કહું ! મ્હારો શેઠ ઘણોજ નિર્દય છે. મ્હારી પાસે સખ્ત મજુરી કરાવે છે; પણ મ્હને ખાવાનાં ફાંફાં પડે છે. હું ધોબીનો ગધેડો છું, મ્હારે સખ્ત બોજો ઉંચકવો પડે છે. મ્હને ઘાસનો