લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫

એક પૂળો પણ કોઈ નાંખતું નથી. ઘાસ કપાઈ રહ્યા પછી ધૂળવાળા મુરાડીઆ ખાઈને હું રહું છું. તેથીજ મ્હારા આવા હાલ થયા છે.”

શિયાળ બોલ્યો:–“મામા ! અફસોસની વાત છે ! આમ શું કરવા દુઃખ વેઠો છો ? ચાલો ! મ્હારી સાથે, મીઠા રસનું ભરેલું સુંદર લીલુંછમ જેવું ઘાસ એક જગોએ છે. ત્યાં આપણે જઈએ. ચાલો, હું તમને બતાવું.”

તે પછી શિયાળ આગળ ચાલ્યું અને ગધેડો તેની પાછળ પાછળ જવા લાગ્યો. એમ કરતાં તે સિંહના મુકામ પાસે આવી પહોંચ્યો. ગધેડાને જોતાંવારને સિંહે તેના ઉપર કૂદકો માર્યો. ગધેડાએ તે ધમાકો સાંભળ્યો અને જીવ લઈને નાઠો.

શિયાળ બોલ્યો:–“અરેરે! તમે શું આવા નબળા છો? તમારાથી ગધેડાનો પણ શિકાર થઈ શકતો નથી !”

સિહ કાંઇપણ બોલ્યો નહિ. તે ઘણોજ ઝંખવાઈ ગયો હતો.

“હું ફરીથી એ ગધેડાને તમારી પાસે લઇ આવીશ,” શિયાળે કહ્યું; “આ વખત એનો શિકાર કરતાં ચુકતા નહિ.”

શિયાળ ફરી ગધેડા પાસે ગયો અને તેને કહેવા લાગ્યો:–“કેમ, મામા! મ્હને કહ્યા વગર નાસી ગયા?”

ગધેડાએ જવાબ દીધો:–“મોટો ધમાકો સાંભળીને હું બીધો.”