લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

શિયાળનું વચન સિંહને ખરૂં લાગ્યું. બન્ને જણ સાથે બેસીને પેલા ગધેડાનું માંસ ખાઈ ગયા.

સાર:–હલકા માણસની સોબત કદી કરવી નહિ. જેને જેવો સંગ રંગ પણ તેવો બેસે, ભુંડાની સોબતથી આપણું ભુંડુંજ થાય. નીચ માણસો બધાને દગો દે છે. તેમને મન મિત્ર તથા શત્રુ બધાજ સરખા હોય છે. પોતાની મતલબને ખાતર તેઓ ગમે તેવું પાપ કરતાં અટકતા નથી. માટે દુર્જનથી સદા દૂરજ રહેવું.

૩. કાગડાનું જોડું અને કાળો નાગ.

( જે કામ બળથી ના થાય તે કળથી થાય.)

એક મોટા ઝાડ ઉપર કાગડાનું જોડું રહેતું હતું. તેમણે તે જગ્યાએ એક સુંદર માળો બાંધ્યો હતો. કાગડી પોતાના ઇંડાં તેમાંજ મુકતી, કાગડીએ એક દિવસ પોતાના ધણીને કહ્યું:–“હવે આપણને સુંદર બચ્ચાં થશે.” એ વિચારથી તેઓ બહુ હરખાયાં.

તે ઝાડ ઘણું જુનું હતું. તેના થડમાં ઉંડો ખાડો પડ્યો હતો. એક ઝેરી નાગ ત્યાં આવી પહોંચ્યો. તેણે એ થડના ખાડામાં પોતાનું ઘર બનાવ્યું. તેમાં તે રોજ પડી રહેતો. એક દિવસ કાગડો અને કાગડી જ્યારે બહાર ગયાં, ત્યારે પેલો નાગ પોતાના દરમાંથી બહાર નીકળ્યો; અને કાગડાના માળામાંથી તેમનાં બચ્ચાં કાઢી લીધાં અને ખાઈ ગયો.

કાગડો અને કાગડી જ્યારે પાછાં આવ્યા, ત્યારે તેમણે માળામાં બચ્ચાં દીઠાં નહિ. પોતાનાં બચ્ચાંને ખોવાઇ ગએલાં જોઈને તેમને બહુ દુઃખ થયું. કાગડીએ ફરી બીજાં ઈંડાં