લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

શાહુકારે ઠંડે પેટે જવાબ દીધો:–“એને તો પક્ષી પાંખમાં ઘાલીને ઉપાડી ગયું.”

એના મિત્રે કહ્યું:–“વાત શી કરી છો ? પક્ષી તે વળી છોકરાને ઉપાડી જઈ શકતું હશે ?”

શાહુકારે એની ચાલાકી એના ઉપરજ ચલાવી અને હ્યુંઘુ કે:–“ભાઈ ! ઉંદર જો લોઢાનાં કાટલાં ખાઈ જાય, તો પક્ષી પણ છોકરાને ઉપાડી જઇ શકેજ.”

એનો મિત્ર હસી પડ્યો. “હા ભાઈ હા ! સમજ્યો; તમે મ્હારી મજાક કરી છે. ત્હમારાં કાટલાં મ્હારી પાસે છે તો ખરાં. હું તો ત્હમારૂ પાણી જોતો હતો, મ્હારે કાંઈ પચાવી પાડવાં ન્હોંતાં.”

શાહુકાર બોલ્યો:–“હજીયે વખતસર સમજ્યા છો. હું પણ ત્હમારૂં પારખું જોતો હતો, મ્હને જો મ્હારાં કાટલાં મળશે, તો ત્હમને ત્હમારો છોકરો કેમ નહિ મળી શકે?”

સાર:–થાય તેવા થઇએ, તોજ ગામ વચ્ચે રહીએ. લુચ્ચા સંગાથે લુચ્ચાઈ કર્યા વિના ફતેહ મળતી નથી.

૫. સમયસૂચકતા.

પંડિતે રાજકુંવરોને કહ્યુ:–“આ વાર્તાઓમાં તમને સમજણ તો પડતી હશેજ. આપણા માથા ઉપર જ્યારે આફત આવી પડે, ત્યારે આપણે ગભરાઈ જવું નહિ પણ ધીરજ રાખીને શાન્તિથી તે આફતમાંથી બચવાનો ઉપાય શોધી કાઢવો. એ ગુણને સમયસૂચકતા કહે છે. ખામોશ અને ખંત વિના સમયસૂચકતા રહેતી નથી. સમયસૂચકતાથી એક વાંદરો મગરના હાથે મરતો બચ્યો હતો.”