મિત્રોને પહેલાં છોડવ.” એથી એના મિત્ર હિરણ્યકે બધા કબૂતરોના બંધ પહેલાં કાતરી નાંખ્યા. ચિત્રગ્રીવને એના કહેવા પ્રમાણે સહુથી છેલ્લો છુટો કર્યો.
ત્યાર પછી બન્ને રાજા મિત્રો એકબીજાને ભેટ્યા અને નમન કરીને છુટા પડ્યા.
સાર:–રાજાએ પહેલાં પોતાની રૈયતના સુખનો વિચાર કરવો જોઈએ.
હંમેશાં સારા મિત્રોજ પસંદ કરો. નઠારા સોબતીઓની સાથે ફરશો નહિ. સારાની સોબતતથી આપણું સારૂંજ થાય છે. નઠારાની સંગતથી આપણો નાશ થાય છે. માટે સોબત સારાનીજ કરવી.
મગધ દેશમાં એક હરણ રહેતું હતું. તેનો ખાસ મિત્ર કાગડો હતો. હરણને ખાવાનું ખુબ મળતું તેથી તે શરીરે પુષ્ટ બન્યું હતું.
એક દિવસ એક લુચ્ચા શિયાળે તે હરણને જોયું. તેણે વિચાર કર્યો:–“આ હરણનું માંસ મ્હને ખાવાને મળે તો કેવું સારૂં ! પણ તે એટલું બધું મજબૂત છે કે મ્હારાથી એનો શિકાર થઈ શકશે નહિ. મ્હારે યુક્તિથી એને ફસાવવું જોઇએ. તોજ એનું માંસ ખાવા મળે.”
એ વિચારથી તે હરણની પાસે જઇને કહેવા લાગ્યું:–“કેમ મિત્ર! છો તો મજામાંને?”
હરણે પૂછ્યું:–“તું કોણ છે?"
તે બોલ્યો:–“હું એક શિયાળ છું. આ જંગલમાં એકલો ભટકું છું. મ્હારે કોઈ મિત્ર નથી. ત્હમારા જેવા