લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

મિત્રની મ્હારે ખાસ જરૂર છે. મહેરબાની કરીને ત્હમે મ્હને ત્હમારી સેવામાં રાખશો.”

હરણે કહ્યું:–“ખુશીથી.”

શિયાળના ગયા પછી હરણનો ખરો મિત્ર જે એક કાગડો હતો તે તેની પાસે આવીને કહેવા લાગ્યો:–“મિત્ર ! આ ત્હેં શું કર્યું ?”

હરણ બોલ્યો:–“કેમ વાહ! મ્હેં એક નવો મિત્ર કર્યો છે. તે શિયાળ છે.”

કાગડાએ કહ્યું:–“એની ત્હેં કાંઈ કસોટી કરી જોઇ?”

હરણે જવાબ દીધો:–“ના, કસોટી તો કરી નથી; એમને એમજ મિત્ર થયો છે.”

કાગડો બોલ્યો:–“આમ અજાણ્યાને એકદમ મિત્ર બનાવવામાં સાર નથી. દોસ્તી કરતા પહેલાં તેના ગુણ દોષની પરીક્ષા કરવી જોઈએ.”

હરણે કહ્યું:–“તું પણ મ્હારો મિત્ર છે. શિયાળ પણ મ્હારો મિત્ર થશે. તેમાં શી હરકત છે?”

તે દિવસથી શિયાળ હંમેશાં હરણની સાથેજ ફરતો, રાતના તેઓ છુટા પડતા. શિયાળ શિકાર કરવા જતો અને હરણ ઘાસ ચરવા જતું. સ્હવારે તેઓ પાછા તેજ જગોએ મળતા.

એક દિવસ શિયાળે તે હરણને કહ્યું:-“ચાલ મિત્ર ! એક જગોએ સરસ ચોખા છે. તે હું ત્હને દેખાડું.”

તે ઉપરથી હરણ તો શિયાળની સાથે ગયું: ચોખાનો સ્વાદ તેની દાઢમાં રહી ગયો. તે દિવસથી હરણે રોજ તે ઠેકાણે જવા માંડ્યું. ભોગજોગે એક દિવસ ખેતરના માલીકે તે હરણને ચોખાના દાણા ખાતું દીઠું. તેથી ત્હેણે હરણને