લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bal Panchatantra.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના.

બાળકો ભવિષ્યની આશા છે. તેમના સંસ્કાર ઉજ્જવલ થઇ, તેમનામાં સુંદર સદ્‌ગુણોના બીજ નંખાય તેવું બાલ–સાહિત્ય તૈયાર થવાની જરૂર છે. બંગાળી, હિન્દી તથા મરાઠી ભાષામાં આ દિશામાં સ્તુત્ય પ્રયાસ થઇ રહ્યો છે. સંખ્યાબંધ ઉપયુક્ત પુસ્તકો તેમની બાલ-સાહિત્ય સંસ્થાઓ તરફથી દરવર્ષે બહાર પડે છે. આપણી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ ટુંક વખત થયાં એ દિશામાં કર્તવ્ય પરાયણ થઇ છે, એ ખુશી થવા જેવુંછે.

એ આશયથીજ પ્રેરાઈને હમે “બાલ–કાલિદાસ” તથા “કાલિદાસનાં નીતિ વચનો” એ બે પુસ્તકો વખત ઉપર રચ્યાં હતાં, એમાંના પહેલા પુસ્તકમાં તો ઉત્તર વિભાગના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સદ્‌ગત શ્રીયુત જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રીએ પોતે જાતેજ પ્રસ્તાવ (Foreword) લખીને પુસ્તકની ઉપયોગિતા સિદ્ધ કરી આપી હતી. મોડર્ન રીવ્યુ, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ જેવાં દેશનાં સુપ્રસિદ્ધ માસિકોમાં એ અને પુસ્તકોની મુક્ત કંઠે પ્રશંસા થઈ હતી.

આ પ્રસ્તુત પુસ્તક પણ એવાજ આશયથી લખાએલું છે. સંસ્કૃત ભાષામાં જેટલા નીતિગ્રન્થો છે, તે બધાયમાં પંચતંત્ર પહેલે નંબરે વિરાજે છે. એમાં પશુ પક્ષીઓની મનોરંજક વાતોવડે નીતિ જેવા ગંભીર અને ઉપયોગી વિષયનું સરલ સચોટ વિવેચન કરેલું છે. વાંચનારને તેથી સંસ્કારિક આનંદની સાથે સુબોધ પણ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતભાષાના આ સર્વશ્રેષ્ઠ મહામાન્ય ગ્રન્થનાં ફારસી, ઇંગ્રેજી, ફ્રેન્ચ, ઉર્દુ વગેરે અનેક ભાષામાં ભાષાન્તર થયાં છે. એજ તેની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. એ પુસ્તકની ઉત્તમોત્તમ નીતિશિક્ષાપ્રદ વાતોનો સાર ખેંચી લઇને અમે આ બાલ-પંચતત્ર તૈયાર કર્યું છે. નીતિસિદ્ધાન્તનું